તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ક્રૂડ કટોકટી: રશિયાના સસ્તા તેલ પર યુએસની 'ડેડલાઇન'થી ભારતમાં મચશે હાહાકાર!
16 મેના રોજ અમેરિકી છૂટછાટ સમાપ્ત થતાં ભારતીય રિફાઇનરીઓ માટે અસ્તિત્વનો જંગ: ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં પર્સિયન ગલ્ફનો પુરવઠો ખોરવાયો : હવે રશિયન તેલ અટકશે તો દેશમાં મોંઘવારીનો ડામ લાગવાની ભીતિ

નવી દિલ્હી: ભારતની ઉર્જા સુરક્ષા અત્યારે બેવડા પડકારનો સામનો કરી રહી છે. એકતરફ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ અવરોધાયો છે, તો બીજી તરફ રશિયન તેલ ખરીદવા માટે અમેરિકાએ આપેલી ખાસ છૂટછાટની મુદત 16 મેના રોજ પૂર્ણ થઈ રહી છે. જો વોશિંગ્ટન આ છૂટ લંબાવવાનો ઇનકાર કરશે, તો અત્યાર સુધી પ્રતિદિન 2.3 મિલિયન બેરલ તેલની રેકોર્ડ આયાત કરતું ભારત મુશ્કેલીમાં મુકાશે. ભારતીય રિફાઇનરીઓ અત્યારે ફાળી ખાઈ રહી છે કારણ કે રશિયા પાસેથી મળતું ડિસ્કાઉન્ટેડ તેલ અટકી જતાં દેશે પશ્ચિમ આફ્રિકા અને અમેરિકાના મોંઘા તેલ તરફ વળવું પડશે.
પરિસ્થિતિની ગંભીરતા જોતા IOC અને BPCL જેવી સરકારી કંપનીઓએ અત્યારથી જ વૈકલ્પિક વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે પશ્ચિમ આફ્રિકા અને યુએસ પાસેથી 'પ્રોમ્પ્ટ કાર્ગો' ખરીદવાનું શરૂ કર્યું છે જેથી તેલનો સ્ટોક જળવાઈ રહે. અઝરબૈજાન અને અન્ય આફ્રિકન દેશો સાથે પણ નવા કરારો માટે વાટાઘાટો તેજ કરવામાં આવી છે. જોકે, આ નવા વિકલ્પો રશિયન તેલ જેટલા સસ્તા નથી, જેની સીધી અસર આવનારા દિવસોમાં ભારતના રાજકોષીય બોજ અને સ્થાનિક બજારમાં ઈંધણના ભાવો પર જોવા મળી શકે છે.
વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર તરીકે ભારત માટે આગામી 48 કલાક નિર્ણાયક છે. કેપ્લરના ડેટા મુજબ, જો નવા રશિયન જહાજોને મંજૂરી નહીં મળે તો આયાત સરેરાશ 1.9 મિલિયન બેરલ સુધી ઘટી શકે છે. અમેરિકાના કડક વલણને કારણે જો રશિયન સપ્લાય ચેઈન તૂટશે, તો ભારતે ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારે કિંમત ચૂકવવી પડશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
