<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

૭૫ લાખ રૂપિયાની વ્‍હિસ્‍કીની બોટલ જોવા ભીડ ઊમટી, દુકાનદારે ગાર્ડ ગોઠવવા પડયા

ગુરુગ્રામની એક વાઇન શોપમાં સ્‍કોટલેન્‍ડથી આયાત કરાયેલી દુર્લભ પ્રીમિયમ વ્‍હિસ્‍કીની બોટલ લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બની

ગુરુગ્રામ,તા.૨૪: હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્‍હિસ્‍કીની બોટલ જોવા માટે લોકોની ભીડ ઊમટી રહી છે. એનું કારણ એ દારૂનો સ્‍વાદ નહીં પણ એની કિમત છે. આ વ્‍હિસ્‍કીની બોટલ સ્‍કોટલેન્‍ડથી ઇમ્‍પોર્ટ કરવામાં આવી છે. ગુરુગ્રામની એક વાઇન શોપમાં એને કાચની પેટીમાં સજાવીને લોકોને જોવા માટે મૂકવામાં આવી છે. રેર અને પ્રીમિયમ કલેક્‍શનના શોખીનો માટે આ આલ્‍કોહોલ મગાવ્‍યો છે. જોકે લોકો ખરીદવા નહીં, એ બોટલ સાથે સેલ્‍ફી લેવા આવતા હોવાથી દુકાનદારે એની સંભાળ માટે બે ગાર્ડ તહેનાત કરવા પડ્‍યા છે.

(10:01 AM IST)