<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

બિહારમાં ક્રાઈમ છે અપરાધ નહીં, સીએમનું નિવેદન વાઇરલ !

સમ્રાટ ચૌધરીએ બધાને આશ્ચર્યમાં મૂક્‍યા

પટણા,તા.૪: બિહારના મુખ્‍યપ્રધાન સમ્રાટ ચૌધરીના ભાષણનો એક હિસ્‍સો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. હાઈવે મિનિસ્‍ટ્રી અને બિહાર સરકાર વચ્‍ચે રિવર મેનેજમેન્‍ટને લઈને થયેલી સમજૂતી દરમિયાન તેમણે આપેલા   ભાષણમાં જણાવ્‍યું હતું કે અમારે ત્‍યાં કોઈ ગુનો થતો નથી, ગુનાની પરિકલ્‍પના જ ખતમ થઈ ગઈ છે, બિહારમાં ક્રાઈમ થઈ શકે છે, પરંતુ અપરાધ થઈ શકતો નથી.

તેમણે બિહારમાં ક્રાઈમ અંગેની સ્‍થિતિ પર વાતચીત કરતાં આ વાત બોલી હતી, પરંતુ તેમની આ વાત આજે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. હવે બધા પૂછી રહ્યા છે કે આ ભાષણથી તે કહેવા શું માંગે છે. લોકો તેના જાતજાતના અર્થ કાઢી રહ્યા છે અને તેના મીમ્‍સ પણ બનવા શરૂ થઈ ગયા છે. લાલુપ્રસાદના પુત્ર તેજસ્‍વી યાદવે પણ આ બાબતને લઈને શાસક પક્ષના વડા પર કટાક્ષ કરતાં જણાવ્‍યું હતું કે બિહારમાં ક્રાઈમ હોઈ શકે છે, પરંતુ અપરાધ નહીં

(10:35 AM IST)