<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ક્રિકેટ જગતમાં ખળભળાટ: સમીર રિઝવી પર ગર્લફ્રેન્ડ યેશા સાગરના ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ગંભીર આક્ષેપ, વાયરલ પોસ્ટથી સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું

પ્રેક્ટિસથી આવું ત્યાં સુધી ‘આયતો’ મોઢે કરવાનું કહેતો હોવાનો પત્રકારનો દાવો; ફોટો ડિલીટ કરાવવાથી લઈને હાથ ન મિલાવવા સુધીના ફતવા જાહેર કર્યા હોવાની ચર્ચા, જાણો શું છે આ સમગ્ર વિવાદનું સત્ય

મુંબઈ : ક્રિકેટના મેદાનની બહાર અત્યારે એક નવો વિવાદ ગરમાયો છે, જેમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડી સમીર રિઝવી અને સ્પોર્ટ્સ એન્કર યેશા સાગરનું નામ જોડાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પત્રકારની પોસ્ટ વાયરલ થયા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ ક્રિકેટર અને હિન્દુ મહિલા એન્કર વચ્ચેના અફેર દરમિયાન ધર્મ પરિવર્તન અને અંગત આચરણ બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

શું છે સોશિયલ મીડિયા પોસ્ટનો દાવો?

વરિષ્ઠ પત્રકાર અભિષેક ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કોઈનું નામ લીધા વગર લખ્યું હતું કે, “ઉત્તર પ્રદેશનો એક મુસ્લિમ ક્રિકેટર હિન્દુ મહિલા એન્કર સાથે રિલેશનશિપમાં છે. એન્કરની બહેનપણીએ જણાવ્યું કે ક્રિકેટર તેને કહે છે કે હું પ્રેક્ટિસથી પાછો આવું ત્યાં સુધીમાં ‘આયતો’ મોઢે કરી લેજે.” વધુમાં એવો પણ દાવો કરાયો છે કે ક્રિકેટરે એન્કરને કોઈ પણ ખેલાડી સાથે હાથ ન મિલાવવા, નમસ્તે કરવા અને ઇન્સ્ટાગ્રામ પરથી બિકીની ફોટો ડિલીટ કરવા માટે મજબૂર કરી છે.

સમીર રિઝવી અને યેશા સાગરના નામ ઉછળ્યા

જોકે પત્રકારે પોતાની પોસ્ટમાં સીધું કોઈનું નામ લીધું નથી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે આ કડીઓને સમીર રિઝવી અને યેશા સાગર સાથે જોડી દીધી છે. યુઝર્સનો દાવો છે કે આ પોસ્ટ આ બંનેના સંબંધો વિશે જ છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે બે પક્ષો પડી ગયા છે અને ધર્મ પરિવર્તનના આક્ષેપોને લઈને ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સત્તાવાર પુષ્ટિનો અભાવ

નોંધનીય છે કે આ તમામ વાતો અત્યારે માત્ર સોશિયલ મીડિયાના દાવાઓ અને વાયરલ પોસ્ટ પર આધારિત છે. આ મામલે અત્યાર સુધી સમીર રિઝવી કે યેશા સાગર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. બંનેમાંથી કોઈએ પણ આ સંબંધ કે વિવાદની પુષ્ટિ કરી નથી. જ્યાં સુધી સંબંધિત વ્યક્તિઓ મૌન તોડે નહીં ત્યાં સુધી આ માત્ર અટકળો જ ગણાશે.

(9:13 PM IST)