<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કુરિયર કંપનીના કર્મચારીઓ પર હુમલો : ૩ કરોડ ૬ લાખ લૂંટાયા

મહારાષ્ટ્રઃ ધૂળે હાઈવે પર કરોડોની લૂંટ : લોખંડના પાઈપો અને લાકડીઓથી કાર પર હુમલો કર્યો, જેનાથી કારની બારીઓ તોડી નાખી

ધૂળે,તા.૩: ધૂળે હાઈવે પર કરોડોની લૂંટ, કુરિયર કંપનીના કર્મચારીઓ પર હુમલો; ૩ કરોડ ૬ લાખ રૂપિયા લૂંટાયા. મહારાષ્ટ્રના ધુળે જિલ્‍લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની છે. ગઈકાલે મોડી રાત્રે, શિરપુર તાલુકાના પલાસનેર નજીક, સશષ હુમલાખોરોએ કુરિયર કંપનીના કર્મચારીઓની કાર રોકી અને તેમના પર હુમલો કર્યો. હુમલાખોરોએ લોખંડના પાઈપો અને લાકડીઓથી કારની બારીઓ તોડી નાખી અને બંને કર્મચારીઓનું અપહરણ કર્યું.

મહારાષ્ટ્રના ધુળે જિલ્‍લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની છે. ગઈકાલે મોડી રાત્રે, શિરપુર તાલુકાના પલાસનેર નજીક, સશષ હુમલાખોરોએ કુરિયર કંપનીના કર્મચારીઓની કાર રોકી અને તેમના પર હુમલો કર્યો. હુમલાખોરોએ લોખંડના પાઈપો અને લાકડીઓથી કારની બારીઓ તોડી નાખી અને બંને કર્મચારીઓનું અપહરણ કર્યું. તેઓ તેમને થોડે દૂર એકાંત વિસ્‍તારમાં છોડીને રૂ.૩.૬ કરોડ અને મોબાઈલ ફોન લઈને ભાગી ગયા.

અહેવાલો અનુસાર, સુરતમાં પી. ઉમેશચંદ્ર એન્‍ડ સન્‍સ એલએલપી કુરિયર કંપનીના કર્મચારીઓ સુનિલ શિવરામભાઈ પટેલ અને શૈલેષ પટેલ ભોપાલ શાખામાંથી રૂ.૩.૬ કરોડ રોકડા લઈને ક્રેટા કારમાં મુંબઈ જઈ રહ્યા હતા. રાત્રે ૧૨ થી ૧ વાગ્‍યાની વચ્‍ચે, તેઓ પુલના બાંધકામને કારણે પલાસનેર નજીક સર્વિસ રોડ પર મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે ગ્રે ઇનોવા કારમાં આવેલા ૫ થી ૬ અજાણ્‍યા હુમલાખોરોએ તેમની કાર રોકી હતી. તેમણે લોખંડના પાઈપો અને લાકડીઓથી કાર પર હુમલો કર્યો, જેનાથી કારની બારીઓ તોડી નાખી. બંને કર્મચારીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્‍યો અને પછી તેમનું અપહરણ કરવામાં આવ્‍યું.

હુમલાખોરો તેમને થોડે દૂર એકાંત સ્‍થળે છોડીને ભાગી ગયા. ત્‍યારબાદ તેઓ કારમાંથી રૂ.૩.૬ કરોડ ભરેલી બેગ અને કર્મચારીઓના મોબાઇલ ફોન લઈ ગયા. આ ઘટનાથી વિસ્‍તારમાં વ્‍યાપક ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા, પોલીસ મહાનિરીક્ષક સંજય યેનપુરે, ધુળે પોલીસ અધિક્ષક વિશાલ આનંદ અને અધિક પોલીસ અધિક્ષક ડો. અજય દેવરેએ ઘટનાસ્‍થળની મુલાકાત લીધી. વરિષ્ઠ અધિકારીઓએ તપાસના આદેશ આપ્‍યા છે. શિરપુર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પાંચથી છ અજાણ્‍યા હુમલાખોરો સામે કેસ નોંધવામાં આવ્‍યો છે.

આરોપીઓને શોધવા માટે ધુળે લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ સહિત અનેક પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે. લૂંટાયેલા પૈસા અને આરોપીઓ વિશે કડીઓ મેળવવા માટે પોલીસ હાઇવે અને આસપાસના વિસ્‍તારોમાં શોધખોળ કરી રહી છે. લૂંટાયેલા પૈસા અને આરોપીઓ વિશે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.(૪૦

(3:13 PM IST)