તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
NEET પરીક્ષામાં ૮૫ ટકા લાવનારો દેશનો હાઇપ્રોફાઇલ નકલખોર કોલેજના ઇન્ટરનલ ટેસ્ટમાં જ ફેલ: પેપર લીક કાંડમાં પકડાયેલા માસ્ટરમાઇન્ડના પુત્રના કરતૂતોનો પર્દાફાશ
મેડિકલ કોલેજની તપાસમાં હાજરીનું સરેરાશ તળિયે બેસતા અને પ્રેક્ટિકલ ક્લાસથી દૂર ભાગતા સગીર યુવાનની પોલ ખુલી; એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યો કૌભાંડના જોરે ડૉક્ટર બનવા નીકળ્યા હોવાનો સીબીઆઈ તપાસમાં સનસનીખેજ ખુલાસો.

સવાઈ માધોપુર: દેશભરમાં કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET)- ૨૦૨૬ ના પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ના હાથે ઝડપાયેલા આરોપી વિકાસ બિંવાલને લઈને અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. રાજસ્થાનના કુખ્યાત પેપર લીક સરગના માંગીલાલ બિંવાલના ધરપકડ કરાયેલા પુત્ર વિકાસના શૈક્ષણિક રેકોર્ડની જ્યારે મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે આ ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ સામે આવ્યું હતું. પ્રવેશ પરીક્ષામાં ઊંચા પર્સેન્ટેજ લાવનારો આ વિદ્યાર્થી કોલેજની સાદી આંતરિક પરીક્ષાઓમાં માંડ ૩૦ ટકા માર્ક્સ લાવી શક્યો છે, જેના કારણે તેને ફેલ જાહેર કરાયો છે.
સ્થાનિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બીપી મીણાના જણાવ્યા અનુસાર, વિકાસ હાલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે, પરંતુ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાથી જ તેની કોલેજમાં હાજરી નિયમિત રહી નથી. શૈક્ષણિક રેકોર્ડ દર્શાવે છે કે તે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં મોટાભાગે ગેરહાજર રહ્યો હતો અને તબીબી શિક્ષણ માટે અત્યંત મહત્વના ગણાતા પ્રેક્ટિકલ ક્લાસમાં તે ડોકિયું પણ કરતો નહોતો. એપ્રિલ મહિનામાં તો તેણે પ્રેક્ટિકલની એક પણ ક્લાસ અટેન્ડ નહોતી કરી. કોલેજ વહીવટી તંત્રના મતે, વિકાસ ભણવામાં સરેરાશ કરતાં પણ ઘણો નબળો વિદ્યાર્થી સાબિત થયો છે.
આ શંકાસ્પદ વિદ્યાર્થીના ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો, તે ધોરણ-૧૦ માં માત્ર ૬૩ ટકા અને ધોરણ-૧૨ માં માંડ ૫૫ ટકા ગુણ સાથે સેકન્ડ ડિવિઝનમાં પાસ થયો હતો. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના વિવિધ મોક ટેસ્ટમાં પણ તેનો સ્કોર ક્યારેય સરેરાશને પાર કરી શક્યો નહોતો. આમ છતાં, ગત ૨૦ racer૫ ની નીટ પરીક્ષામાં તેણે અચાનક ૮૫.૧૧ ટકા મેળવીને સવાઈ માધોપુરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી લીધું હતું. આ અકલ્પનીય કૂદકાને પગલે હવે સીબીઆઈએ વર્ષ ૨૦૨૫ માં લેવાયેલી નીટ પરીક્ષાના પણ તમામ સત્તાવાર ડેટાની ક્રોસ વેરિફિકેશન સાથે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.
વિકાસની સાથે ક્લાસમાં ભણતા અન્ય સહપાઠીઓના જણાવ્યા મુજબ, કોલેજમાં એડમિશન લીધા બાદથી જ તે હંમેશા ભારે માનસિક દબાણમાં અને ગુમસુમ રહેતો હતો. ગ્રુપ ડિસ્કશન દરમિયાન જ્યારે પણ તબીબી વિજ્ઞાનના લોજિકલ સવાલો પર ચર્ચા થતી, ત્યારે તેના બેઝિક કન્સેપ્ટ બિલકુલ ક્લિયર નહોતા દેખાતા. પકડાઈ જવાનો અને પાપ છાપરે ચડીને પોકારશે તેવા સતત ડરના કારણે તેણે હોસ્ટેલ અને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓથી અંતર બનાવી લીધું હતું અને પોતાનો એક અલગ જ રિઝર્વ નેચર બનાવી લીધો હતો, જે તેના સહપાઠીઓ માટે પણ રહસ્ય સમાન હતો.
બીજી તરફ, સીબીઆઈની સઘન પૂછપરછમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે પેપર લીક કરનારા માસ્ટરમાઇન્ડ ભાઈઓ માંગીલાલ અને દિનેશ બિંવાલના સંયુક્ત પરિવારના સાત સભ્યો છેલ્લા બે વર્ષમાં આ પરીક્ષામાં બેઠા હતા. સત્તાના જોરે તેમાંથી પાંચ સભ્યોનું જુદી-જુદી પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજોમાં સિલેક્શન પણ થઈ ગયું હતું, જેમાં વારાણસી, જયપુર, દૌસા અને મુંબઈની સરકારી કોલેજો સામેલ છે. કાયદાના સકંજામાં આવેલા આ કૌભાંડી પિતા-પુત્રની જોડીની નવમી મે ના રોજ ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરાયા બાદ હવે પરિવારના અન્ય સભ્યોના એજ્યુકેશનલ રેકોર્ડ પણ કાનૂની રાહે ખંગાળવામાં આવી રહ્યા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
