<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

અલગ અલગ વર્ષના બદલે એકસામટી જ જીએસટી નોટિસ ફટકારાતા વિવાદ

સમયમર્યાદા વીતી ગયા બાદ પણ નોટિસ આપવાના કારણે મામલો કોર્ટમાં

મુંબઈ,તા.૧૭: છેલ્‍લા થોડા સમયથી જીએસટીના કરદાતાઓને વિભાગ દ્વારા એકસામટી નોટિસ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે, કારણ કે કેટલીક નોટિસ તો જે વર્ષમાં નોટિસ આપવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવ્‍યા બાદ તે પણ પૂરી થઈ ગઈ હતી. તેમ છતાં વિભાગે મનમાની રીતે નોટિસ ફટકારી હતી. જે અંગે કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. આ મામલે અલગ અલગ હાઈ કોર્ટ દ્વારા અલગ અલગ ચુકાદા આવ્‍યા હોવાના લીધે હવે સમગ્ર મામલો સુપ્રીમમાં લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની વિગતો

જાણવા મળી છે. જીએસટીમાં ત્રણ વર્ષ પૂરા થયા બાદ કરદાતાને નોટિસ ફટકારી શકાતી નથી. જોકે તેમાં પણ કરદાતાને ત્‍યાં તપાસ કરવામાં આવે તો પાછલા વર્ષમાં ટેક્‍સ ચોરી કરી હોવાનું માનીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

આ ઉપરાંત બોગસ બિલિગ કૌભાંડમાં સંડોવણી આવે તો પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે સિવાયના કિસ્‍સામાં ત્રણ વર્ષ વીતી ગયા બાદ નોટિસ પણ આપી શકાતી નહીં હોવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક અધિકારીઓ અલગ અલગ કારણોસર કરદાતાઓને એકસામટા વર્ષની નોટિસો ફટકારી છે. સામાન્‍ય રીતે દર વર્ષે તે કાર્યવાહી કરવાની હોવા છતાં અધિકારીઓની આળસને કારણે આવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. તેના લીધે કરદાતાઓએ ભારે પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ભૂતકાળમાં પણ આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવી હોવાના કારણે અલગ અલગ રાજ્‍યની હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. તેમજ ચુકાદા પણ અલગ અલગ આવ્‍યા હોવાના કારણે હવે આવી રીતે કરવામાં આવતી કાર્યવાહીમાં શું કરવું તે અંગે કરદાતાઓ અને તેમના સીએ ઉપરાંત ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન કરવાની તૈયારીઓ કરી છે. જેથી કાયમી ધોરણે આ સમસ્‍યાનું નિરાકરણ આવી શકે સાથે સાથે વેપારીઓને પણ જે તકલીફ પડી રહી છે તેનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્‍યા છે. (૪૦.૧૬)

(10:09 AM IST)