તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
અયોધ્યા રામ મંદિરના નાણાકીય હિસાબને લઈને વિવાદ વકર્યો :ટ્રસ્ટે પીએમઓ અને અન્ય અધિકારીઓને માહિતી આપવાનો ઇન્કાર કર્યો
મંદિરના નાણાકીય વ્યવહારની વિગતો પૂરી પાડવાનો સ્પષ્ટ ઇનકાર કરવાના આ નિર્ણય બાદ સાર્વજનિક ફંડની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા

અયોધ્યામાં નિર્મિત રામ મંદિરના નાણાકીય હિસાબને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પીએમઓ અને અન્ય ઉચ્ચસ્તરીય અધિકારીઓને મંદિરના નાણાકીય વ્યવહારની વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણય બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. મંદિર નિર્માણ માટે એકત્રિત કરવામાં આવેલા કરોડોના ફંડની પારદર્શિતા અંગે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી લેવાયેલા આ નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યચકિત છે. ટ્રસ્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મંદિર સંબંધિત આર્થિક માહિતી જાહેર કરવી જરૂરી નથી. સરકારી સ્તરેથી કરવામાં આવેલી માંગણીઓને પણ ટ્રસ્ટે નકારી કાઢી છે. આ બાબત આરટીઆઈ હેઠળ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં સામે આવી છે. ટ્રસ્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે તેમનું બંધારણ નાણાકીય વિગતો જાહેર કરવા માટે બંધાયેલું નથી.
મંદિરના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતાના અભાવને કારણે વિપક્ષી નેતાઓ આક્રમક બન્યા છે. કેટલાક ભાજપના નેતાઓએ પણ આ વિષય પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે, કરોડો શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાથી ફંડ આપ્યું છે. તેથી ટ્રસ્ટે દરેક પાઈનો હિસાબ જનતા સામે રાખવો જોઈએ. આ પ્રકારની ગોપનીયતા ટ્રસ્ટની વિશ્વસનીયતા સામે શંકા પેદા કરી રહી છે.
ટ્રસ્ટના પદાધિકારીઓનું કહેવું છે કે, તેઓ માત્ર નિયત સત્તાધિકારીઓને જ જવાબદાર છે. તેઓ નાણાકીય બાબતોને અંગત માની રહ્યા છે. અને બહારના લોકોને માહિતી આપવા તૈયાર નથી. બીજી તરફ કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, મંદિર ટ્રસ્ટને જે રીતે સરકારી સમર્થન મળ્યું છે, તેમાં જવાબદારી અનિવાર્ય છે. આ મામલો હવે ન્યાયિક અને રાજકીય સ્તરે ગરમાયો છે. ટ્રસ્ટના આ નિર્ણયથી મંદિરની છબી પર પ્રતિકૂળ અસરો પડી શકે છે
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
