તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
મહારાષ્ટ્રના નંદપુરમાં ભવ્ય ભારતમાતા મંદિરનું નિર્માણ : પ્રથમ તબક્કાનું લોકાર્પણ
જાલના-સિન્ધ ખેડના સમૃદ્ધિ મહામાર્ગ નજીક ૧૦૦ ફૂટથી વધુ ઉંચાઇના મંદિરનું નિર્માણઃ રાષ્ટ્રભકિત, સામાજિક સમતા અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ

રાજકોટ, તા. ૩ : મહારાષ્ટ્રના જાલના-સિન્દખેડ રાજા માર્ગ પર નંદાપુર નજીક સમળદ્ધિ મહામાર્ગને અડીને નિર્માણ પામી રહેલા ભવ્ય શ્રી ભારતમાતા મંદિરના પ્રથમ તબક્કાનું ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં ભારતમાતાની ૫ ફૂટ ઊંચી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ સમગ્ર મંદિર પ્રકલ્પ ૧૦૦ ફૂટથી વધુ ઊંચાઈનો બનાવવાની યોજના છે. પ્રથમ તબક્કામાં આશરે ૪,૦૦૦ ચોરસ ફૂટનું સભામંડપ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં સ્વાતંત્ર્ય સંગ્રામના હુતાત્માઓનું ફોટો પ્રદર્શન તથા ગ્રંથાલય ઊભું કરવાની યોજના છે. ડો. ભગવાન બાબા આનંદ ગડકરની રાષ્ટ્ર પ્રથમની સંકલ્પનામાંથી આ મંદિર પ્રકલ્પ સાકાર થઇ રહ્યો છે.
મંદિરની રચનામાં ભારતની ઐતિહાસિક અને સાંસ્કળતિક ધરોહરની ઝલક જોવા મળશે. તેમાં લાલ કિલ્લાની પ્રતિકળતિ, કોણાર્ક ચક્ર, અજંતા ગુફાઓની કમાનો તથા ઉત્તર અને દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીના તત્વોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ચંદ્રયાન અને અન્ય વૈજ્ઞાનિક પ્રગતિના પ્રતિકો પણ પરિસરમાં રજૂ કરવાની યોજના છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
