News of Friday, 27th November 2026
દક્ષિણ આફિક્રાની સોૈથી ઉંચૂ શિખર કિલીમાન્જારોને ફતેહ કરતા : જામનગર સેન્ટ્રલ એકસાઇઝના ઉમા કવ્યાઃ ભારતીય તિરંગો લહેરાવ્યો
ઉમા કવ્યા રાજકોટના જ વતનીઃ તેમને ગ્રૂપના વર્ષા ગોટીનો જબરો સહકાર મળ્યોે : ૧૯૩૪૧ ફૂટ ઉંચાઇએ ફતેહઃ દૃઢ ઇચ્છાશકિત, મિત્રતા અને સાહસના બળે મેળવી ઐતિહાસિક સિધ્ધિ

રાજકોટ, તા.૨૭: દૃઢ ઇચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને કંઈક કરી બતાવવાના જુસ્સા સાથે બે ભારતીય મહિલાઓએ આફ્રિકાની સૌથી ઊંચી ચોટી માઉન્ટ કિલીમાન્જારોના શિખર પર પહોંચીને એક પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી છે. ઉમા કવ્યા અને વર્ષા ગોટીએ સપ્ટેમ્બર ૨૦૨૬માં તાન્ઝાનિયામાં આવેલા માઉન્ટ કિલીમાન્જારોના સર્વોચ્ચ બિંદુ ઉહુરુ પીક (Uhuru Peak) સુધી સફળતાપૂર્વક ટ્રેકિંગ કરી. સમુદ્ર સપાટીથી ૫,૮૯૫ મીટર એટલે કે લગભગ ૧૯,૩૪૧ ફૂટની ઊંચાઈએ આવેલા આ શિખર પર ભારતીય તિરંગા સાથે પહોંચવું અમારા બંને માટે આજીવન યાદ રહેશે તેવો ગૌરવપૂર્ણ અનુભવ બન્યો. શ્રી ઉમાકવ્યા રાજકોટના જ વતની છે. અને જામનગર સેન્ટ્રલ એકસાઇઝ તથા કસ્ટમ્સમા઼ ઓફીસર તરીકે ફરજ બજાવી રહયા છે. આ સાહસિક યાત્રાની એક વિશેષ વાત એ હતી કે Trek The Himalayર્ી એજન્સી સાથે મુસાફરી કરવા છતાં અમારા ગ્રુપમાં માત્ર અમે બંને જ મહિલા ટ્રેકર્સ હતી. બંનેએ એકબીજાનો સાથ આપીને આ પડકારજનક અભિયાન સફળતાપૂર્વક પૂરું કર્યું.
‘ઘણા મહિનાની તૈયારી બાદ મેળવી મંજિલ'
કિલીમાન્જારોની ચઢાઈ માત્ર શારીરિક ક્ષમતાની નહીં, પણ માનસિક મજબૂતાઈ, ધીરજ અને દૃઢ સંકલ્પની પણ પરીક્ષા છે. આ પડકાર માટે અમે ઘણા મહિના સુધી નિયમિત તાલીમ કરી. નોકરી, રોજિંદી જવાબદારીઓ અને વ્યસ્ત જીવન વચ્ચે વર્કઆઉટ તથા શારીરિક તૈયારી માટે સમય કાઢવો અમારા માટે પોતે જ એક પડકાર હતો.
ટ્રેક દરમિયાન ઊંચાઈ વધતાં સાથે મુશ્કેલીઓ પણ વધતી ગઈ. ઓછો ઓક્સિજન, થીજી જતી ઠંડી, થાક, ખડી ચઢાઈ અને બદલાતી પરિસ્થિતિઓએ દરરોજ અમારી સહનશક્તિની પરીક્ષા લીધી. તેમ છતાં અમે બંને હિંમત જાળવી રાખી અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતી રહી.
રાત્રે ૧૦ વાગ્યે શરૂ થઈ શિખરની સૌથી કઠિન ચઢાઈ
કિલીમાન્જારો અભિયાનનો સૌથી પડકારજનક તબક્કો શિખર સુધી પહોંચવાની અંતિમ ચઢાઈ હતી. ૧૦ સપ્ટેમ્બરની રાત્રે લગભગ ૧૦ વાગ્યે અમે અમારી સમિટ પુશ શરૂ કરી. લગભગ પાંચ કિલોમીટરની આ કઠિન ચઢાઈમાં અમને લગભગ સાડા આઠ કલાક સુધી સતત પ્રયાસ કરવો પડ્યો.
રાતના અંધકારમાં અત્યંત ઠંડી, થાક, ખડી ચઢાઈ અને ઊંચાઈની અસર વચ્ચે આગળ વધવું સરળ ન હતું. દરેક પગલાં સાથે નવી પડકાર સામે આવતી હતી, પણ અમે બંને અમારા સાહસ અને સંકલ્પને નબળા પડવા દીધા નહીં. ઘણા કલાકની કઠિન મહેનત બાદ સવારે તેઓ કિલીમાન્જારોના સર્વોચ્ચ બિંદુ ઉહુરુ પીક પર પહોંચ્યા. ત્યાં ભારતીય તિરંગા સાથે ઊભા રહીને પોતાના સ્વપ્નને સાકાર કર્યું. વધુ ઊંચાઈની અસરને ધ્યાનમાં રાખીને અમે શિખર પર માત્ર થોડી મિનિટો જ ગાળી અને પછી સુરક્ષિત ઉતરાણ શરૂ કર્યું.
પરિવારનો સહયોગ અને ઈશ્વરનો આશીર્વાદ અમારી શક્તિ બન્યા. કિલીમાન્જારોના શિખર પર ભારતીય તિરંગો લહેરાવીને માત્ર પોતાની વ્યક્તિગત સિદ્ધિનો ઉત્સવ જ નહીં મનાવ્યો, પણ એ પણ દર્શાવ્યું કે પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને સતત પ્રયાસ કઠિનથી કઠિન લક્ષ્ય તરફ આગળ વધવાનો હૌસલો આપી શકે છે. આ માત્ર એક સમિટ નથી, પણ અમારા સાહસ, મિત્રતા અને દૃઢ ઇચ્છાશક્તિની જીત છે.સ્ત્રી સશક્તિકરણ તરફ અમારું એક વધુ પગલું! શું તેમ ઉમા કવ્યા ઉમેરી રહયા છે. તેમની આ ફતેહને રાજકોટ સીજીએસટીના સિનિયર મોસ્ટ ઓફીસર શ્રી મનજીત સર અને અન્ય અધીકારીઓ-કર્મચારીઓએ બિરદાવી-અભિનંદન પાઠવ્યા હતા.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
