<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કોંગ્રેસના ફંડમાં એક વર્ષમાં ૭૫%નો કડાકો

૨૦૨૫-૨૬માં ૧૩૦.૬૯ કરોડ રૂપિયા મળ્‍યા, ૧૦ વર્ષમાં સૌથી ઓછું દાન

નવી દિલ્‍હી,તા.૧૩: કોન્‍ગ્રેસ પાર્ટીને ૨૦ હજાર રૂપિયાથી વધુના દાનથી મળતી રકમમાં લગભગ ૭૫%નો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૫-૨૬ના વર્ષમાં પાર્ટીને માત્ર ૧૩૦.૬૯ કરોડ રૂપિયાનું દાન મળ્‍યું હતું, જ્‍યારે ૨૦૨૪-૨૫માં આ આંકડો ૫૧૭.૩૯ કરોડ રૂપિયા હતો. ઇલેક્‍શન કમિશનમાં જમા કરાવાયેલા રિપોર્ટમાંથી આ વિગતો સામે આવી હતી. છેલ્‍લા એક દાયકામાં કોન્‍ગ્રેસના ફંડમાં આ સૌથી ઝડપી ઘટાડો છે.

અહેવાલ મુજબ આ ઘટાડા પાછળનું મુખ્‍ય કારણ પ્રુડન્‍ટ ઇલેક્‍ટોરલ ટ્રસ્‍ટ તરફથી મળતા ફંડમાં થયેલો ઘટાડો છે. ૨૦૨૪-૨૫માં આ ટ્રસ્‍ટે ૨૧૬.૩૪ કરોડ રૂપિયા આપ્‍યા હતા જે ૨૦૨૫-૨૬માં ઘટીને સીધા ૨૫ કરોડ રૂપિયા થઈ ગયા છે. એટલે કે એમાં ૮૮%નો ઘટાડો થયો હતો. આંકડા મુજબ સ્‍ટાર સિમેન્‍ટ તરફથી પાંચ કરોડ રૂપિયા મળ્‍યા હતો.

પ્રુડન્‍ટ ટ્રસ્‍ટ કંપનીઓ પાસેથી ફંડ એકઠું કરતું સૌથી મોટું કલેક્‍શન સેન્‍ટર છે અને છેલ્‍લાં ૧૦ વર્ષથી એનો સૌથી મોટો લાભ ભારતીય જનતા પાર્ટી (BJP)ને જ મળતો રહ્યો છે. બીજી તરફ ૨૦૨૪-૨૫ના વર્ષમાં ગ્‍થ્‍ભ્‍ને ૬,૦૭૪.૦૨ કરોડ રૂપિયાનું દાન મળ્‍યું હતું, જે કોન્‍ગ્રેસ કરતાં ૧૨ ગણું વધુ હતું. જોકે હજુ સુધી નાના દાન અને સભ્‍યપદ ફી સહિતની કોન્‍ગ્રેસની કુલ આવકના આંકડા જાહેર થયા નથી.x

(10:19 AM IST)