તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી સતત બીજા વર્ષે ગેરહાજર
પ્રોટોકોલ અને 'ટેબલ ઓફ પ્રિસીડન્સ' પર વિવાદ :નિયમ અનુસાર, લોકસભાના વિપક્ષી નેતાનો રેન્ક કેન્દ્રીય કેબિનેટ મંત્રી સમકક્ષ હોય છે.

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ રાષ્ટ્રીય સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સતત બીજા વર્ષે ગેરહાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિપક્ષી નેતાઓએયોગ્ય પ્રોટોકોલ અને બેઠક વ્યવસ્થા તેમના હોદ્દા અનુસાર ન હોવાના કારણે આ સમારોહમાં જવાનું ટાળ્યું હતું.
સંરક્ષણ મંત્રાલય દ્વારા બંને નેતાઓને આ વર્ષના સ્વતંત્રતા દિવસ સમારોહ માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મંત્રાલય અનુસાર, બેઠક વ્યવસ્થા રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા જારી કરવામાં આવતા અધિકૃત 'ટેબલ ઓફ પ્રિસીડન્સ' મુજબ જ નક્કી કરવામાં આવી હતી. નિયમ અનુસાર, લોકસભાના વિપક્ષીનેતાનો રેન્ક કેન્દ્રીય કેબિનેટ મંત્રીના સમકક્ષ હોય છે.
કોંગ્રેસના આ બંને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી પાછળ ભૂતકાળમાં સર્જાયેલા બેઠક વ્યવસ્થાનો વિવાદ પણ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે.
-
વર્ષ ૨૦૨૪ સ્વતંત્રતા દિવસ: ૨૦૨૪માં લોકસભામાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા વિપક્ષી નેતા તરીકે નિયુક્ત થયા બાદ પણ રાહુલ ગાંધીને લાલ કિલ્લા પર ૫મી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેનો સખત વિરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે સરકારે વિપક્ષી નેતાના પદનું અપમાન કર્યું છે. જોકે, સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ઓલિમ્પિક ખેલાડીઓને આગળ સ્થાન આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.
-
વર્ષ ૨૦૨૫ સ્વતંત્રતા દિવસ: ૨૦૨૫ના સ્વતંત્રતા દિવસ સમારોહમાં પણ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ગેરહાજર રહ્યા હતા.
-
પ્રજાસત્તાક દિવસ સમારોહ: કોંગ્રેસે ૨૦૨૬ના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પણ બેઠક વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા હતા, જ્યાં રાહુલ ગાંધી અને ખડગેને ૩જી હરોળમાં જગ્યા આપવામાં આવી હતી.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
