તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
અમદાવાદના ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત:રાહુલ ગાંધીનો ઇમરાન ખેડાવાલાને ફોન:ટીમને અભિનંદન પાઠવ્યા
રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા:રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સીધી વાતચીતને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની આંધી વચ્ચે કોંગ્રેસે જૂના શહેરના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર કર્યો છે. ખાડિયા વોર્ડની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચી છે અને ખુદ રાહુલ ગાંધીએ આ જીતને વધાવી છે.
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે, ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સીધી વાતચીતને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખાડિયા વોર્ડ પરંપરાગત રીતે ભાજપ અને સંઘનો મજબૂત ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસની આખી પેનલનું વિજયી થવું એ ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે. ઇમરાન ખેડાવાલાની રણનીતિ અને સ્થાનિક ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ આ બેઠક આંચકી લેવામાં સફળ રહી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
