તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રાહુલ ગાંધીના PA બનીને કોંગ્રેસી નેતાઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી: દેહરાદૂન પોલીસે અમૃતસરના શખ્સની ધરપકડ કરી
આરોપી ટિકિટ અપાવવાના અથવા પાર્ટીમાં મોટું પદ અપાવવાના બહાને નેતાઓ પાસેથી મોટી રકમ ઉઘરાવતો

દેહરાદૂન પોલીસે એક ચોંકાવનારી છેતરપિંડીના કેસમાં અમૃતસરના રહેવાસી 42 વર્ષીય ગૌરવ કુમારની ધરપકડ કરી છે. આરોપી પોતે રાહુલ ગાંધીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે ઓળખ આપી દેશભરના કોંગ્રેસી નેતાઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ટિકિટ અપાવવાના અથવા પાર્ટીમાં મોટું પદ અપાવવાના બહાને નેતાઓ પાસેથી મોટી રકમ ઉઘરાવતો હતો.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઉત્તરાખંડ કોંગ્રેસની મહિલા નેતા ભાવના પાંડેએ 3 મેના રોજ રાજપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદ મુજબ આરોપીએ પોતાનું નામ ‘કનિષ્ક સિંઘ’ બતાવ્યું ,રાહુલ ગાંધીના નજીકના સહયોગી તરીકે ઓળખ આપી 13 એપ્રિલે ₹25 લાખ ઉઘરાવ્યા બાદમાં સંપર્ક તોડી નાખ્યો
આરોપીએ વિશ્વાસ જીતવા માટે:સ્પીકર ફોન પર નકલી લોકો સાથે વાત કરાવી હરીશ રાવત, યશપાલ આર્ય જેવા નેતાઓના નામનો ઉપયોગ કર્યો, ફાઈવ-સ્ટાર હોટલમાંરોકાયા હોવાની ખોટી વાર્તાઓ ઘડી આ બહાને ₹22.50 લાખના ખર્ચની વાત કહી વધુ રકમ માંગવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી:ગૂગલ પરથી નેતાઓની માહિતી એકત્રકરતો હતો કનિષ્ક સિંહનું નામ ઉપયોગમાં લીધો ટ્રુકોલર પર પણ એ જ નામ સેટ કરીને વિશ્વસનીયતા વધારી
આરોપીએ કબૂલ્યું કે: 2017માં જયપુરમાં ₹1.90 કરોડ અને ₹12 લાખની ઠગાઈ કરી 2025માં પટનામાં ₹3 લાખ ઉઘરાવ્યા
તે ઘણા રાજ્યોમાં સક્રિય હતો જેમ કે ઉત્તરાખંડ,ગોવા,મધ્યપ્રદેશ અને બિહાર
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
