<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

બાંગ્લાદેશના ટાંગાઇલમાં દુર્ગાપૂજા પહેલાં રાધા-ગોવિંદ મંદિરની મૂર્તિઓ તોડાતા હિન્દુ સમુદાયમાં ચિંતા: સુરક્ષા કડક કરાઈ

ઢાકા: બાંગ્લાદેશના ટાંગાઇલ જિલ્લાના મિર્જાપુર ઉપજિલ્લાના જામુરકી પશ્ચિમપાડા વિસ્તારમાં આવેલા રાધા-ગોવિંદ મંદિર સંલગ્ન આર્ય સમિતિના દુર્ગામંદિરમાં મૂર્તિઓ તોડફોડની ઘટના સામે આવી છે. દુર્ગાપૂજાની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિક હિન્દુ સમુદાયમાં શોક અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે.

 

સ્થાનિક વિગતો મુજબ, મંદિરમાં દુર્ગાપૂજા માટે પ્રતિમા બનાવવાનું કામ સપ્ટેમ્બર માસથી ચાલી રહ્યું હતું. બુધવાર રાતથી ગુરુવાર સવાર વચ્ચે અજાણ્યા તત્વોએ મંડપમાં રાખેલી દુર્ગા પ્રતિમા સહિત અન્ય પ્રતિમાઓને નુકસાન પહોંચાડ્યું હતું. સવારે મંડપ સાફ કરવા ગયેલા લોકોએ તોડફોડ જોતા પોલીસને જાણ કરી હતી.

 

ઘટના બાદ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સ્થળે પહોંચ્યું હતું. કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આરોપીઓને ઓળખી ધરપકડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દુર્ગાપૂજા દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે બાંગ્લાદેશમાં પૂજામંડપોની સુરક્ષા વધારવામાં આવી છે અને દેખરેખ વધુ કડક બનાવાઈ છે.

(10:22 AM IST)