News of Monday, 16th November 2026
શ્રી બદ્રીનાથ ધામના કપાટ રાત્રે 9:37 વાગ્યે સંપૂર્ણ વિધિ-વિધાન, વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે બંધ કરાયા
કપાટ બંધ થવાની પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા:પરંપરાગત ધાર્મિક વિધિઓ અનુસાર, ગર્ભગૃહની અંદર દેવી લક્ષ્મીની પ્રતિષ્ઠા કરાઈ

વિશ્વપ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ શિયાળાની ઋતુ માટે આજે રાત્રે 9:37 વાગ્યે સંપૂર્ણ વિધિ-વિધાન, વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે બંધ કરવામાં આવ્યા છે. કપાટ બંધ થવાની આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત ધાર્મિક વિધિઓ અનુસાર, ગર્ભગૃહની અંદર દેવી લક્ષ્મીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાન બદ્રી વિશાલના કવાટ શિયાળાના છ મહિના માટે બંધ કરાયા છે. આ સાથે જ આ વર્ષની શ્રી બદ્રીનાથ ધામની યાત્રા સત્તાવાર રીતે સંપન્ન થઈ છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
