તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
કોમનવેલ્થ ગેમ્સ 2026 નો ગ્લાસગોમાં ભવ્ય પ્રારંભ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીને પાઠવી શુભેચ્છાઓ
"જુસ્સો, દૃઢ નિશ્ચય અને શ્રેષ્ઠતા સાથે દેશનું નામ રોશન કરો"; વડાપ્રધાને X પર ભારતીય એથ્લેટ્સની કુશળતા અને સમર્પણની પ્રશંસા કરી

નવી દિલ્હી : સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ૨૩મી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વૈશ્વિક રમતગમતના મહાકુંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ભારતીય ટુકડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિશેષ સંદેશ શેર કરતાં વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય ખેલાડીઓ પોતાની ઉત્કૃષ્ટ રમતથી સમગ્ર દેશને ગૌરવન્વિત કરશે.
૨૩ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી મેડલની દોડ
ગ્લાસગોમાં ૨૩ જુલાઈથી શરૂ થયેલી આ ૨૩મી કોમનવેલ્થ ગેમ્સ ૨ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ચાલશે. આ ૧૧ દિવસીય રમતગમતના ઉત્સવમાં ૧૦ મુખ્ય રમતોની ૨૧૫ મેડલ ઇવેન્ટ્સ યોજાવાની છે, જેમાં ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીતવા માટે પોતાનો દાવો રજૂ કરશે.
વડાપ્રધાન મોદીનો પ્રેરણાદાયી સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીના ઉત્સાહ અને જુસ્સાને વધારતા X પર લખ્યું હતું:
"જેમ જેમ #Glasgow2026 કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ રહી છે, તેમ તેમ સમગ્ર ભારતીય ટુકડીને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. મને પૂરો વિશ્વાસ છે કે આપણા એથ્લેટ્સ પૂર્ણ જુસ્સા, દૃઢ નિશ્ચય અને રમતના શ્રેષ્ઠ ધોરણો સાથે દેશનું પ્રતિનિધિત્વ કરશે. આપણા ખેલાડીઓની કુશળતા અને રમત પ્રત્યેનું અતુટ સમર્પણ હંમેશા અસંખ્યા ભારતીયોને પ્રેરણા આપે છે."
ભારતીય એથ્લેટ્સ પણ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે દેશ માટે વધુમાં વધુ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર અને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
