તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમની કેન્દ્ર સરકારને ભલામણ
યાદીમાં જસ્ટિસ શીલ નાગુ, જસ્ટિસ ચંદ્રશેખર, જસ્ટિસ સંજીવ સચદેવા, જસ્ટિસ અરૂણ પલ્લી અને વરિષ્ઠ મહિલા વકીલ વી. મોહનાના નામનો સમાવેશ

નવી દિલ્હી :દેશની સર્વોચ્ચ અદાલતમાં ખાલી પદો ભરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા 5 નવા ન્યાયાધીશોના નામોની મહત્વની ભલામણ કરવામાં આવી છે. ગત 22 અને 27 મેના રોજ મળેલી કોલેજિયમની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં આ અંગેનો આખરી નિર્ણય લેવાયો હતો. તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં જસ્ટિસ શીલ નાગુ, જસ્ટિસ ચંદ્રશેખર, જસ્ટિસ સંજીવ સચદેવા, જસ્ટિસ અરૂણ પલ્લી અને વરિષ્ઠ મહિલા વકીલ વી. મોહનાના નામનો સમાવેશ થાય છે. કોલેજિયમ દ્વારા આ નામોની સત્તાવાર યાદી મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે, જ્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા આ તમામ મહાનુભાવોની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવશે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
