News of Friday, 27th November 2026
દિલ્હીમાં ઠંડીનો ચમકારો! તાપમાન ગગડીને ૯ ડિગ્રી
વહેલી સવારે ઠંડા પવન અને ધુમ્મસને કારણે ઠંડીનો અનુભવ વધી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૨૭ : દેશની રાજધાની દિલ્હી સહિત ફઘ્ય્ વિસ્તારમાં હવે શિયાળાની અસર વધવા લાગી છે. વહેલી સવારે ઠંડા પવન અને ધુમ્મસને કારણે ઠંડીનો અનુભવ વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધુમ્મસના કારણે વાહનચાલકોને ઓછી લ્લશ્યતાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, ગુરુવાર, ૨૬ નવેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૯.૦0C નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન ૨૭.૨0C રહ્યું હતું. બીજી તરફ, ઠંડી વધવાની સાથે દિલ્હીની હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ શુક્રવાર, ૨૭ નવેમ્બરે દિલ્હીની સરેરાશ હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) ૨૨૧ નોંધાઈ હતી. જોકે હવાની ગુણવત્તા હજુ પણ ‘ખરાબ' શ્રેણીમાં છે, પરંતુ અગાઉના દિવસોની સરખામણીએ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે.
કેટલાક વિસ્તારોમાAQI ૨૦૦થી નીચે, આજે કેવું રહેશે દિલ્હીમાં હવામાન? દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પૂસામાં AQI ૧૩૫, લોધી રોડ પર ૧૪૧ અને નજફગઢમાં ૧૪૯ નોંધાયો છે. બીજી તરફ, ગાઝિયાબાદમાં મહત્તમ તાપમાન ૨૮0C નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૫ઓઘ્થી ૨૭0C અને લઘુત્તમ તાપમાન ૮0Cથી ૧૦0Cવચ્ચે રહેવાની શક્યતા છે. સવારના સમયે હળવું ધુમ્મસ અને ઝાકળ જોવા મળી શકે છે, જોકે દિવસ આગળ વધતાં આકાશ સ્વચ્છ થવાની અને તડકો નીકળવાની સંભાવના છે. આગામી ૨ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તેમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે આગામી દિવસોમાં દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધુ વધી શકે છે. હવામાન વિભાગે ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવાની સલાહ આપી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ સાવચેતી રાખવી જરૂરી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
