તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
કોલ્ડડ્રિન્કની બોટલમાં એસિડ ભરેલો હતો, ૬ વર્ષનું બાળક પાણી સમજીને પી ગયું

અલીગઢ તા.૨૯: ઉત્તર પ્રદેશના અલીગઢમાં ૬ વર્ષના એક માસૂબ બાળકનો જીવ તેની મમ્મીની જરાક બેજવાબદારીને કારણે જોખમમાં મુકાઈ ગયો હતો. તે જમ્યા પછી પાણી શોધી રહ્યો હતો અને રસોડામાં એક કોલ્ડ ડ્રિન્કની બોટલ પડી હતી. બાળક એને પાણી સમજીને ગટગટાવી ગયો. જોકે બે જ ઘૂંટમાં તેની હાલત ખરાબ થઈ ગઈ. એમાં સોફટ-ડ્રિન્ક કે પાણી નહીં, એસિડ ભરેલો હતો. તેની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો. મોટી હોસ્પિટલમાં જઈને તેની એન્ડોસ્કોપી કરવામાં આવી અને અંદરના અવયવોને થયેલા ડેમેજ માટે તરત જ સારવાર શરૂ થઈ. તાત્કાલિક સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. હજીયે ગળાની અંદરના અવયવોમાં આવેલા સોજાને કારણે બોલવા અને શ્વાસ લેવામાં તેને મુશ્કેલી છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
