તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
CNGના ભાવમાં ક્યાંક રાહત તો ક્યાંક મોંઘવારીનો ડામ: જાણો તમારા શહેરમાં આજે એક કિલો ગેસ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
દેશભરમાં સીએનજીના દરમાં નોંધપાત્ર તફાવત જોવા મળતા વાહનચાલકોના બજેટ પર સીધી અસર: પુડુચેરીમાં સૌથી સસ્તો ગેસ મળી રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશમાં ભાવ આસમાને પહોંચતા મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો

નવી દિલ્હી: ભારતના વિવિધ રાજ્યોમાં ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે સીએનજીના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં સરેરાશ ભાવ ₹77.09 પ્રતિ કિલો રહ્યો છે, જ્યારે નોઈડા અને ગાઝિયાબાદમાં આ દર ₹85.70 ની આસપાસ સ્થિર જોવા મળ્યા છે. મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં પણ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી છે, પરંતુ સતત વધઘટની ભીતિને કારણે દૈનિક મુસાફરો પોતાના માસિક ખર્ચને લઈને મુંઝવણમાં મુકાયા છે.
દેશમાં સીએનજીના ભાવની સરખામણી કરવામાં આવે તો દક્ષિણ ભારતના પુડુચેરીમાં વાહનચાલકોને મોટી રાહત મળી રહી છે, જ્યાં કિંમત માત્ર ₹74.60 છે. તેની સામે હિમાચલ પ્રદેશના બજારોમાં સ્થિતિ વિપરીત છે, ત્યાં એક કિલો સીએનજી માટે જનતાએ ₹124.75 જેવી તગડી રકમ ખર્ચવી પડી રહી છે. ગુજરાતના ગાંધીનગરમાં પણ ભાવ ₹76.98 ની આસપાસ નોંધાયા છે, જે અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ પ્રમાણમાં રાહતદાયક કહી શકાય.
ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં પરિવહન ખર્ચને લીધે સીએનજીના ભાવ ₹98 થી ₹103 ની વચ્ચે બોલાઈ રહ્યા છે. લખનૌ અને ચેન્નાઈ જેવા શહેરોમાં પણ કિંમતો ₹90 ને પાર કરી ગઈ છે. નિષ્ણાતોના મતે, સ્થાનિક વેટ અને સપ્લાય ચેઈનમાં આવતા ફેરફારોને કારણે દરેક શહેરમાં ભાવ અલગ-અલગ રહે છે, જેના કારણે વાહનચાલકોએ રિફિલિંગ કરાવતા પહેલા લેટેસ્ટ રેટ ચેક કરવા અનિવાર્ય બન્યા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
