<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

આબોહવા પરિવર્તન છેલ્લા ૧૫૦ વર્ષમાં સૌથી વધુ મજબુતઃ ભારતના ચોમાસા-અર્થતંત્ર ઉપર ખતરો

નાસાએ આપી સૌથી ખતરનાક અલ નીનોની ચેતવણી : પશ્‍ચિમ પ્રશાંત મહાસાગરની હાલની સ્‍થિતિ ૧૯૯૭ના ભયાનક અલ નીનો જેવી

નવી દિલ્‍હીઃ અમેરિકી અંતરિક્ષ એજન્‍સી ‘નાસા' ના સેટેલાઇટ ડેટા દ્વારા વૈશ્વિક હવામાનને લઈને એક અત્‍યંત ચિંતાજનક અને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. નાસાના સેન્‍ટિનલ-૬ માઈકલ ફ્રેલિચ સેટેલાઈટે નોંધ્‍યું છે કે, પ્રશાંત મહાસાગરમાં ભૂમધ્‍ય રેખા નજીક સમુદ્રની સપાટી સામાન્‍ય કરતાં ઘણી ઊંચી થઈ ગઈ છે. આ બાબત સ્‍પષ્ટ સંકેત આપે છે કે સમુદ્રની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે, જે એક અત્‍યંત શક્‍તિશાળી અને વિનાશક ‘અલ નીનો'  સક્રિય થવાનું કારણ બની રહ્યું છે. આ આબોહવા પરિવર્તનની સીધી અને માઠી અસર ભારતના ચોમાસા તેમજ અર્થતંત્ર પર પડી શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્‍યા અનુસાર, હાલમાં પશ્‍ચિમ પ્રશાંત મહાસાગરમાં જે -કારની સ્‍થિતિ સર્જાઈ રહી છે તે વર્ષ ૧૯૯૭ માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને ઇતિહાસમાં ‘ગોડઝિલા અલ નીનો' (નાસા) નામ આપવામાં આવ્‍યું હતું. નાસાએ તાજેતરમાં ૮ જૂનની સ્‍થિતિ દર્શાવતો એક સેટેલાઇટ નકશો જાહેર કર્યો છે, જેમાં લાલ રંગ દરિયાની સપાટીમાં થઈ રહેલો જોખમી અને અસામાન્‍ય વધારો દર્શાવે છે.

વિશ્વના મોટા હવામાન સંગઠનોનું માનવું છે કે, આ આબોહવા પરિવર્તન છેલ્લા ૧૫૦ વર્ષમાં સૌથી મજબૂત અને પ્રભાવશાળી હોઈ શકે છે. આના કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થશે અને વરસાદની સંપૂર્ણ પેટર્ન બદલાઈ જશે. જો આ શક્‍તિશાળી અલ નીનોને કારણે ભારતનું ચોમાસું નબળું પડશે અથવા દુષ્‍કાળ જેવી સ્‍થિતિ સર્જાશે, તો દેશના કળષિ ક્ષેત્રને મોટો ફટકો પડશે.  પરિણામે ભારતની આશરે ૪ ટ્રિલિયન ડોલરની  ઝડપથી વધતી અર્થવ્‍યવસ્‍થા પર તેની ગંભીર અને નકારાત્‍મક અસરો જોવા મળી શકે છે, જે મોંઘવારીમાં પણ વધારો કરી શકે છે.

 

(3:43 PM IST)