તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
૧ નવેમ્બરના રોજ ઇન્ડિયા બ્લોકની રેલીને CJPનું સમર્થન
કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો ઇન્ડિયા બ્લોક ૧ નવેમ્બરના રોજ રામલીલા મેદાનમાં મેગા રેલીનું આયોજન કરી રહ્યો છે : CJPના સ્થાપક અભિજીત દીપકે X પર માહિતી ટ્વીટ કરી

નવી દિલ્હી તા.૨૯: કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો ઇન્ડિયા બ્લોક ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં મેગા રેલીનું આયોજન કરી રહ્યો છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવશે. CJP એ આ રેલીને ટેકો વ્યક્ત કર્યો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકે z પર એક ટ્વિટમાં માહિતી શેર કરી, જેમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લોક ૧ નવેમ્બરની મેગા રેલીને સમર્થન આપે છે.
કોંગ્રેસની આગેવાની હેઠળ એક મેગા રેલી ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાવાની છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આશરે ૧૦ લાખ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. આ મેગા રેલી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે. વિપક્ષે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્ઞાનેશ કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી તેમની લડાઈ ચાલુ રહેશે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે ૧ નવેમ્બરના રોજ યોજાનારી ઇન્ડિયા બ્લોક રેલીને ટેકો આપવાની જાહેરાત કરી છે. પાર્ટીએ SIR પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી છે.
પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે લોકશાહીમાં લોકો સરકારને ચૂંટે છે, સરકાર તેના મતદારોને નહીં. SIR દ્વારા લાયક મતદારોને દૂર કરવાની શક્યતા અંગે ચિતા વ્યક્ત કરતા, પાર્ટીએ ડો. બી. આર. આંબેડકરના સમાન મતાધિકારના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો છે. પાર્ટીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની જવાબદારી નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિヘતિ કરવાની અને દરેક લાયક નાગરિકના મતદાન અધિકારોનું રક્ષણ કરવાની છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ દિલ્હીમાં તેમના રાજીનામાની માંગણી સાથે પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ SIR પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
