<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને રાહત: શરતી જામીન પર થયા મુક્ત

22 કલાકની અટકાયત બાદ દિલ્હી કેન્ટ SEM કોર્ટનો આદેશ, એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરતે રૂ.રૂ.50,000ના બોન્ડ પર રિહાઈ

નવી દિલ્હી: રૂ.રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં અટકાયતમાં લેવાયેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી કાનૂની રાહત મળી છે. દિલ્હી પોલીસે ત્રણેય નેતાઓને દિલ્હી કેન્ટોનમેન્ટ સ્થિત સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) ની કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મેજિસ્ટ્રેટે તેમને મુક્ત કરવાનો સત્તાવાર આદેશ આપ્યો હતો. લગભગ 22 કલાકની અટકાયત બાદ મંજૂર કરાયેલી આ મુક્તિથી સીજેપી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટે ત્રણેય નેતાઓને આ શરતે જામીન આપ્યા છે કે તેઓ આગામી એક વર્ષ સુધી શાંતિ અને સુમેળ ભંગ નહીં કરે તેમજ દરેક જણે રૂ. 50,000 નો શ્યોરિટી બોન્ડ ભરી આપવાનો રહેશે. આ અગાઉ CJPની લીગલ હેડ રત્ના સિંહ દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી હતી કે તેમની વકીલોની ટીમ મેજિસ્ટ્રેટ સમક્ષ કાનૂની દલીલો માટે ઉપસ્થિત રહી હતી. 10 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન આયોજિત કરાયું હતું.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે મુંબઈથી ફ્લાઈટ મારફતે દિલ્હી પહોંચેલા આ સીજેપી નેતાઓને એરપોર્ટ પર વિમાનની અંદરથી જ પ્રિવેન્ટિવ અરેસ્ટ હેઠળ તાબડતોબ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિ ભંગની આશંકાને પગલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 126 અને 170 હેઠળ આ નિવારક કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું હતું.
મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી મુક્ત થયા બાદ સીજેપી નેતાઓએ પોતાના આંદોલન અને ભાવિ વ્યૂહરચના અંગે આગળની જાહેરાત કરવાની વાત કરી છે. તો બીજી તરફ, દિલ્હીમાં જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે, ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ સીએસપી નેતાઓ પોતાની ભાવિ રણનીતિ મુજબ વિરોધ ચાલુ રાખશે કે કેમ તેના પર રાજકીય વર્તુળોની નજર ટકેલી છે.

(2:26 PM IST)