<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

CJP અને સરકાર વચ્‍ચે બેઠક પૂર્ણઃ ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામા માટે ૨૫ જુલાઈ બપોર સુધીનો સમયઃ નહી તો આંદોલન વધુ વ્‍યાપક બનશેઃ ૩ માંગ અંગે ચર્ચા

નવી દિલ્‍હી, તા.૨૪: દેશમાં NEET પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે ચાલતું આંદોલન હવે અત્‍યંત નાટયાત્‍મક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. એક તરફ કોકરોચ જનતા પાર્ટી એ કેન્‍દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવીને સીધું અલ્‍ટીમેટમ આપી દીધું છે કે, જો ૨૫ જુલાઈના બપોર સુધીમાં શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનને બરતરફ કરવામાં નહીં આવે, તો આંદોલનને ઉગ્ર અને દેશવ્‍યાપી બનાવવામાં આવશે. આ ગંભીર ચેતવણી અને શુક્રવાર, ૨૪ જુલાઈના રોજ ઘ્‍થ્‍ભ્‍ના દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શનના એલાનને પગલે દિલ્‍હીમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ તાત્‍કાલિક અસરથી રદ (સસ્‍પેન્‍ડ) કરી દેવામાં આવી છે અને સમગ્ર રાજધાનીને હાઈ-એલર્ટ પર મૂકી દેવાઈ છે.

બીજી તરફ, આ આંદોલનના સૌથી મોટા ચહેરા સમાન સોનમ વાંગચુકે છેલ્લા ૨૬ દિવસથી ચાલી રહેલી પોતાની અનિヘતિ મુદ્દતની ભૂખ હડતાળ સમાપ્ત કરીને મોટી રાહત આપી છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્‍પિટલમાં દાખલ વાંગચુકને મૃવા માટે કેન્‍દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્‍દ્ર સિંહ પહોંચ્‍યા હતા. સરકાર તરફથી નક્કર અને સકારાત્‍મક ખાતરી મળ્‍યા બાદ, વાંગચુકે લેહ-લદ્દાખની સર્વોચ્‍ચ સંસ્‍થાના નેતાઓની હાજરીમાં પોતાના ઉપવાસના પારણા કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતાં તેમણે દેશવાસીઓને કોઈ પણ પ્રકારની હિંસાથી દૂર રહીને આંદોલનને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને અહિંસક રાખવા માટે અપીલ કરી હતી.

આ દરમિયાન CJPએ સોનમ વાંગચુકના આ નિર્ણયનું સ્‍વાગત કર્યું છે પરંતુ સાથે જ સ્‍પષ્ટ કર્યું છે કે જંતર-મંતર ખાતે તેમની લડાઈ અટકશે નહીં. કેન્‍દ્રીય મંત્રીઓની એક વિશેષ ટીમ CJPના પ્રતિનિધિઓ સાથે ઉચ્‍ચ સ્‍તરીય વાટાઘાટો કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ CJP એ તેની તમામ મુખ્‍ય માગણીઓ પર મક્કમ રહેતા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. હવે દેશભરની નજર ૨૫ જુલાઈના બપોરના સમયમર્યાદા પર ટકેલી છે કે સરકાર આ માગણીઓ સામે નમે છે કે પછી દેશભરમાં આંદોલનની નવી જ્‍વાળા ભડકી ઉઠે છે.

(3:25 PM IST)