તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 1st June 2026
ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં વૈષણવ પરિવાર દ્વારા ચુનરી મનોરથ યોજાયો

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૧: વૈષ્ણવ પરિવાર ન્યુઝીલેન્ડ ઇન્ક (VPNZ) દ્વારા ૩૦ મે ૨૦૨૬ના રોજ ઓકલેન્ડમાં પાવન ચુનરી મનોરથ ઉત્સવની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉત્સાહપૂર્વક જોડાયા અને યમુનામૈયાની કળપા સાથે ચુનરી મનોરથનો દિવ્ય લહાવો માણ્યો.
આ વર્ષે ચુનરીઓ ખાસ કરીને ભારતમાંથી મંગાવવામાં આવી હતી, જે ઉત્સવને વધુ પાવન અને પરંપરાગત બનાવતી હતી. VPNZના સેવાભાવી વોલન્ટિયર્સે વિશેષ પ્રયત્નો કરીને એક સુંદર પવિત્ર યમુના જળનો કળત્રિમ તળાવ (પૂલ) તૈયાર કર્યો, જેમાંથી ચુનરીઓને પસાર કરવામાં આવી ラ જે ચુનરી મનોરથની પરંપરાનું મુખ્ય અને અત્યંત ભાવનાત્મક અંગ છે.
ઉત્સવ દરમિયાન યમુનાજીના ભજનોની મધુર ધૂન ગુંજી ઉઠી અને વૈષ્ણવ મહિલાઓએ આનંદભેર ગરબા કરીને ચુનરી મનોરથની ઉજવણીને વધુ રંગીન બનાવી. સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને પાવનતા થી છલકાતું હતું.
આ પ્રસંગે વૈષ્ણવ પરિવાર ફક્ષ્ના પ્રમુખે તમામ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે આવા ઉત્સવો માત્ર પરંપરા જાળવતા નથી, પરંતુ સમુદાયને એકતા, ભક્તિ અને સંસ્કારોથી પણ જોડે છે.
વૈષ્ણવ પરિવાર ન્યુઝીલેન્ડ ઇન્ક ભવિષ્યમાં પણ આવા પાવન અને સાંસ્કળતિક ઉત્સવો દ્વારા સમુદાયની સેવા અને સંસ્કળતિના સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. આતકે ખાસ ગુજરાત થી ન્યૂઝીલેન્ડ ગયેલા પરીવાર જનો એ જણાવેલ કે સાત સમંદર પાર જાણે અમો ભારત માં હોય તેવું આબેહૂબ વાતાવરણ ઊભું કરાયું હતું અને વિશાળ સંખ્યામાં ભાવિકો હાજર રહી દર્શનો કરીને ધન્યતા અનુભવી હતી આ કાર્યકમ સફળ બનાવવા સંસ્થા સેવા ભાવી યુવાનોએ પોતાની સેવાઓ બજાવી હતી.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
