તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ભારતની સરહદ પાસે ચીની એરફોર્સની મોટી હલચલઃ એક ડઝન ફાઈટરજેટ તૈનાત કર્યા
વાન્ટોર નામની કોમર્શીયલ સેટેલાઈટ ફર્મની તસ્વીરોથી ખુલાસો

નવી દિલ્હી, તા.૩૧: ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા સામે ચીનની સરહદે ચીની વાયુસેનાની મોટી હલચલ સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીને ભારતીય સરહદ તરફ તેના બે એરબેઝ પર ઓછામાં ઓછા ૧૨ અત્યાધુનિક J-૨૦ સ્ટીલ્થ ફાઇટર જેટ તહેનાત કર્યા છે. તાજેતરના વર્ષોમાં સરહદ નજીક ફિફ્થ જનરેશન સ્ટીલ્થ વિમાનોનો આ સૌથી મોટો જમાવડો માનવામાં આવી રહ્યો છે.
વાન્ટોર નામની કોમર્શિયલ સેટેલાઇટ ફર્મ દ્વારા લેવાયેલી આ તસવીરોમાં પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ દ્વારા શિનજિયાંગના હોટાન એરબેઝ અને તિબેટના દામક્ષુંગ એરબેઝ પર આ વિમાનો તહેનાત કરાયેલા દેખાય છે.
૯ જુલાઈની તસવીરો અનુસાર, શિનજિયાંગ ઉઇઘુર સ્વાયત્ત વિસ્તારમાં આવેલા આ નાગરિક અને લશ્કરી (દ્વાર-ઉપયોગી) એરબેઝના ટારમેક (રન-વે) પર ૮ J-૨૦ ‘માઇટી ડ્રેગન' સ્ટીલ્થ ફાઇટર પાર્ક કરેલા જોવા મળ્યા હતા. હોટાન એરબેઝ ઉત્તર લદાખમાં આવેલી ભારતીય વાયુસેનાની દૌલત બેગ ઓલ્ડી (DBO) નામની ફોરવર્ડ પોસ્ટ (સેનાની ચોકી) આશરે ૨૪૫ કિ.મી. અને લેહથી આશરે ૩૮૯ કિમી દૂર આવેલું.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
