તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ચીને ૧૦૦૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડાવી
ભારતમાં હજુ ૧૮૦ કિમીની ટ્રાયલ

બીજીંગ તા.૭: ભારતીય રેલ્વેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRC) હાલ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના કોરીડોરનું નિર્માણ કરી રહી છે, આ ટ્રેન ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી અપેક્ષા છે. એ પેહલા ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત ટ્રેન છે, વંદે ભારત ટ્રેનસેટે ૧૮૦ કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ હાંસલ કરી છે.પヘમિ મધ્ય રેલ્વેના કોટા વિભાગ હેઠળ કોટા-ચૌમહલા-કોટા સેક્શન વંદે ભારત ટ્રેનનું સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરી (RCF) દ્વારા ઉત્પાદિત પ્રથમ વંદે ભારત ટ્રેનસેટે ટ્રાયલ દરમિયાન ૧૮૦ કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ હાંસલ કરી હતી.
ભારતીય રેલ્વેના રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) ના ડિરેક્ટરની દેખરેખ હેઠળ આ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. અગાઉ ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનની ગતિ વધારવામાં આવી હતી અને ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ હાથ ધરવામાં આવી.
ભારત ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનનું ટ્રાયલ કરી રહી રહ્યું છે, ત્યારે ચીને એક લગભગ ૧,૦૦૦ કિમી/કલાકની ઝડપે ટ્રેડ દોડાવી હતી. ચીનની આ અલ્ટ્રા-હાઈ-સ્પીડ ટ્રેન સત્તાવાર રીતે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે. ચીનની અલ્ટ્રા-હાઈ-સ્પીડ ટ્રેન લો-પ્રેશર ટ્યુબની અંદર ચાલે છે અને મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ)ના ઉપયોગથી ટ્રેન ટ્રેક તરતી રહે છે. મેગ્લેવ ટેકનોલોજીની મદદથી ટ્રેન માત્ર થોડી મિનીટ્સમાં ૦ થી ૧,૦૦૦ કિમી/કલાકની ઝડપ સુધી પહોંચી જાય છે.
અહેવાલો અનુસાર, આ અલ્ટ્રા-હાઇ-સ્પીડ ટ્રેન તેના ટ્રાયલ દરમિયાન ૧૦૦૦ કિમી/કલાકની ઝડપે પહોંચી ગઈ છે. ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ (CASIC) દ્વારા આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.આ ટ્રેન બેઇજિગ અને શાંઘાઈ વચ્ચેનું ૧૨૦૦ કિમીનું અંતર ફક્ત ૧ કલાક ૩૦ મિનિટમાં કાપી શકે છે. આ ટ્રેન ૨૦૨૭ થી ૨૦૩૫ ની વચ્ચે જાહેર મુસાફરી માટે ખુલી મુકવામાં આવશે. જો ભારતમાં ૧૦૦૦ કિમી/કલાકની ઝડપે દોડતી ટ્રેન હોય તો, આ ટ્રેન મુંબઈથી દિલ્હી માત્ર ૧ કલાકએ થોડી મીનીટોમાં પહોંચી શકે છે.ચીન ૧૦૦૦ કિમી/કલાકની ઝડપથી સંતુષ્ટ નથી, ચીન હવે ૪૦૦૦ કિમી/કલાકની ઝડપે ટ્રેડ દોડાવવાની યોજના બનાવી રહ્યું છે, જેના માટે સુપરકન્ડક્ટિંગ મેગ્લેવ ટેસ્ટ લાઇન પહેલેથી જ નિર્માણ હેઠળ છે
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
