<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ઈરાન યુદ્ધ વચ્ચે ચીન મેદાનમાં : પશ્ચિમ એશિયાને મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બનાવો : શી જિનપિંગ

ઓમાનના સુલતાન સાથેની બેઠકમાં ચીનના પ્રમુખનું મહત્વનું નિવેદન : ઈરાન, ઓમાન અને સાઉદી અરેબિયામાં શાંતિ માટે ચીનના વિશેષ દૂત જશે

બેઇજિંગ, તા. ૩ : ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધથી પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ વચ્ચે ચીનના પ્રમુખ શી જિનપિંગે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયા અને અખાતી વિસ્તારને મહાસત્તાઓની સ્પર્ધા અને ભૂરાજકીય સંઘર્ષનું મેદાન બનાવવું જોઈએ નહીં.

 

ચીનની મુલાકાતે આવેલા ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથેની બેઠકમાં શીએ શાંતિ અને સ્થિરતા માટે તમામ દેશોએ સંયુક્ત પ્રયાસ કરવા ભાર મૂક્યો હતો. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધથી વૈશ્વિક તેલ પુરવઠા અને પરિવહન ખર્ચ ઉપર ગંભીર અસર પડી છે. ચીને અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા ફરી શરૂ કરવાની હિમાયત કરી છે. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ઈરાની અને સાઉદી પ્રતિનિધિઓ સાથે અલગ બેઠકો યોજી હતી. ચીન પોતાના વિશેષ દૂતને ઈરાન, ઓમાન અને સાઉદી અરેબિયા મોકલશે. શીનું નિવેદન ટ્રમ્પને સીધું સંબોધીને નહીં, પરંતુ ઓમાનના સુલતાન સાથેની બેઠકમાં અપાયું હતું

(11:00 AM IST)