તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
"ચીન ભારતીય જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી બેઠું છે": બેઇજિંગના સાર્વભૌમત્વના પોકળ દાવાઓને ભારતનો સણસણતો જવાબ
૧૯૬૩ થી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારો પર ચીનનો ગેરકાયદે કબ્જો: વિદેશ મંત્રાલયે ડ્રેગનના પ્રોજેક્ટ્સ સામે નોંધાવ્યો સખત વિરોધ

નવી દિલ્હી : ભારતીય પ્રદેશો પર સાર્વભૌમત્વનો ખોટો દાવો ઠોકી બેસાડવાનો પ્રયાસ કરી રહેલા ચીનને ભારત સરકારે આકરા શબ્દોમાં અરીસો બતાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત ક્યારેય પણ ચીનની પ્રાદેશિક અખંડિતતા કે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતું નથી. વાસ્તવમાં, જો સાર્વભૌમત્વના ભંગનો મુદ્દો હોય તો તે ભારત છે જેણે ચીન સામે અવાજ ઉઠાવવાની જરૂર છે, કારણ કે ચીને જ વર્ષોથી ભારતીય જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી રાખ્યો છે.
૧૯૬૩ થી ભારતીય ભૂમિ પર ગેરકાયદેસર કબ્જો
નવી દિલ્હી ખાતે પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન ૧૯૬૩ થી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અગત્યના વિસ્તારો પર ગેરકાયદેસર રીતે કબ્જો કરીને બેઠું છે. ચીન પણ સત્તાવાર રીતે આ પ્રદેશો પર ભારતના અધિકારને સ્વીકારે છે, છતાં તે ત્યાંથી પીછેહઠ કરવા તૈયાર નથી.
જયસ્વાલે વિદેશ મંત્રીના નિવેદનનો સંદર્ભ આપતાં ઉમેર્યું હતું કે, "જ્યારે સાર્વભૌમત્વના મુદ્દાઓની વાત આવે છે, ત્યારે વાસ્તવમાં ભારત જ પીડિત છે અને ભારત જ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. ભારતનો અભિગમ આ બાબતે હંમેશા સ્પષ્ટ અને સુસંગત રહ્યો છે."
જમ્મુ-કાશ્મીરમાં ચીની પ્રોજેક્ટ્સ સામે ભારતનો આકરો વિરોધ
ભારતે ચીન દ્વારા ભારતીય પ્રદેશોમાં ચલાવવામાં આવી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માળખાકીય યોજનાઓ સામે પણ આકરો વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના જે વિસ્તારો પર ચીને અનધિકૃત રીતે કબ્જો કર્યો છે, ત્યાં તે જે નિર્માણ કાર્ય કે પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે તે ભારતીય સાર્વભૌમત્વનું સીધું ઉલ્લંઘન છે અને ભારત આ તમામ પ્રોજેક્ટ્સનો સખત વિરોધ કરે છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
