<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

યુગાન્‍ડામાં ચિમ્‍પાન્‍ઝીઓ એકબીજાનાં લોહી તરસ્‍યા બન્‍યા

ચિમ્‍પાન્‍જીઓનું ‘‘ગેંગ્‍સ ઓફ વાસેપુર'': પોતાનાઓના જ લોહી તરસ્‍યા બન્‍યાઃ સગાભાઇઓના જંગમાં ૨૮ના મોત : જંગલોમાં ફાટી નીકળી ‘‘સિવિલ વોર'': રકતરંજીત ગૃહયુધ્‍ધ ફાટી નીકળતા વિશ્‍વભરના વૈજ્ઞાનિકો ચિંતાતુર : વર્ષોથી સાથે હળીમળીને રહેતા ૩ સમૂહો વચ્‍ચે ઢીશૂમ - ઢીશૂમ

લંડન તા.૧૬: શું પ્રાણીઓ, માણસોની જેમ, રાજકારણ અને સત્તા માટે એકબીજાને મારી શકે છે? યુગાન્‍ડાના કિબાલે રાષ્ટ્રીય ઉદ્યાનના સમાચારોએ વૈજ્ઞાનિકો અને વિશ્વભરના લોકોને આヘર્યચકિત કરી દીધા છે. લગભગ ૨૦૦ સભ્‍યો સાથે દાયકાઓથી પ્રેમ અને સહયોગમાં સાથે રહેતા ન્‍ગોગો ચિમ્‍પાન્‍ઝી સમુદાય હવે બે ભાગમાં વિભાજીત થઈ ગયો છે, અને તેમની વચ્‍ચે લોહિયાળ ગૃહયુદ્ધ ફાટી નીકળ્‍યું છે.

 

આ કોઈ સામાન્‍ય લડાઈ નથી, પરંતુ કાળજીપૂર્વક આયોજનબદ્ધ હુમલો છે. એક જૂથ બીજા જૂથના સભ્‍યોને ઘેરી રહ્યું છે અને મારી રહ્યું છે, અને અત્‍યાર સુધીમાં ૨૮ ચિમ્‍પાન્‍ઝી આ યુદ્ધનો ભોગ બન્‍યા છે. સૌથી આヘર્યજનક વાત એ છે કે આજે જે ચિમ્‍પાન્‍ઝી એકબીજાને મારી રહ્યા છે તે એક સમયે ખોરાક વહેંચતા અને સાથે રમતા હતા. એવું શું થયું કે વર્ષોની મિત્રતા અચાનક કડવી દુશ્‍મનીમાં ફેરવાઈ ગઈ? શું તે ફક્‍ત સત્તાનો લોભ છે, કે પછી પ્રકૃતિ પાછળ કોઈ ઊંડો અર્થ છે?

પૂર્વ આફ્રિકાના યુગાન્‍ડા દેશમાં આવેલા કીબાલે નેશનલ પાર્કમાં ઞોગો ચિમ્‍પાન્‍ઝી સમુદાય વચ્‍ચે અંદરોઅંદર ભીષણ જંગ ખેલાઈ રહ્યો છે. એક સમયે અત્‍યંત શાંતિથી અને પ્રેમથી એકસાથે રહેતા આ ચિમ્‍પાન્‍ઝી હવે પોતાના જ ભાઈબહેનોની ઘાતકી હત્‍યા કરી રહ્યા છે. આ ઘટનાએ ન માત્ર વિજ્ઞાન જગતને, પરંતુ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.

શાંતિથી રહેતા સમૂહમાં કેવી રીતે પડી તિરાડ?

વર્ષ ૨૦૧૪ માં પહેલીવાર આ સમૂહો વચ્‍ચે તણાવ જોવા મળ્‍યો હતો. ચિમ્‍પાન્‍ઝીઓએ એકબીજા સાથે હળવા-મળવાનું ઓછું કરી નાખ્‍યું અને માત્ર પોતાના જ પેટા સમૂહ પૂરતા સંબંધો સીમિત કરી લીધા. ૨૫ જૂન ૨૦૧૫ ના રોજ સંશોધક જ્‍હોન મિતાની અને એરોન સેન્‍ડેલે નોંધ્‍યું કે પヘમિી સમૂહના ચિમ્‍પાન્‍ઝીઓએ મધ્‍ય સમૂહનો અવાજ સાંભળતા જ ભયભીત થઈને એકબીજાને સ્‍પર્શ કરવાનું શરૂ કરી દીધું. જ્‍યારે બંને સમૂહો સામસામે આવ્‍યા ત્‍યારે કોઈ મિત્રતા નહોતી, માત્ર જોરદાર ચીસો અને હિસા હતી. પヘમિી સમૂહ ત્‍યાંથી જીવ બચાવીને ભાગ્‍યો અને મધ્‍ય સમૂહે તેમનો પીછો કર્યો. વર્ષ ૨૦૧૮ સુધીમાં તો આ સમૂહો સંપૂર્ણપણે અલગ થઈ ગયા અને એકબીજાની વ્‍યવસ્‍થિત રીતે હત્‍યાઓ કરવાનું શરૂ કરી દીધું.

આ લોહિયાળ યુદ્ધ પાછળના મુખ્‍ય કારણો

વૈજ્ઞાનિકો આ યુદ્ધ પાછળ મુખ્‍ય બે કારણો માની રહ્યા છે. પહેલું કારણ વધતી જતી વસ્‍તી અને ખોરાક માટેની સ્‍પર્ધા છે. ચિમ્‍પાન્‍ઝીઓની સંખ્‍યા વધતા ખોરાક અને સંસાધનો માટે ખેંચતાણ ઊભી થઈ, જેને કારણે વિસ્‍તારો પર કબજો જમાવવા હિસા શરૂ થઈ. બીજું મોટું કારણ નર ચિમ્‍પાન્‍ઝીઓ વચ્‍ચે પ્રજનન માટેની હરીફાઈ છે. માદાઓ પર પોતાનો અધિકાર જમાવવા માટે પણ આ સમૂહો એકબીજાના કટ્ટર દુશ્‍મન બની ગયા છે અને અત્‍યાર સુધીમાં ઓગણીસ નિર્દોષ બચ્‍ચાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્‍યા છે.

સમગ્ર વિશ્વના મીડિયામાં છવાયો આ અહેવાલ

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોની મોટી ટીવી ચેનલો, એક્‍સ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ તેમજ ભારતમાં પણ હિન્‍દી, ઉર્દુ અને ગુજરાતી અખબારોમાં આ ચિમ્‍પાન્‍ઝીઓના ગૃહયુદ્ધ વિશે પાનાઓ ભરીને અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. સાયન્‍સ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા અભ્‍યાસ મુજબ આ ઘટના માનવ યુદ્ધોના મૂળને સમજવામાં પણ ભવિષ્‍યમાં મદદરૂપ થઈ શકે છે.

શું છે સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ?

યુગાન્‍ડામાં ફોર્ટ પોર્ટલ નામના શહેર નજીક આઠસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો કીબાલે નેશનલ પાર્ક આવેલો છે. અહીં અંદાજે પંદર સો જેટલા ચિમ્‍પાન્‍ઝી વસવાટ કરે છે. આ જંગલની વચ્‍ચે ઞોગો નામની ટેકરી આવેલી છે, જ્‍યાં ચિમ્‍પાન્‍ઝીઓનો એક મોટો સમુદાય રહે છે. યુનિવર્સિટી ઓફ મિશિગન અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રાઈમેટોલોજિસ્‍ટ્‍સ વર્ષ ૧૯૯૫ થી આ સમૂહનો અભ્‍યાસ કરી રહ્યા છે. શરૂઆતમાં આ સમુદાયમાં પヘમિી, મધ્‍ય અને પૂર્વીય એમ ત્રણ પેટા સમૂહો હતા. તેઓ એકબીજા સાથે હળતા-મળતા, માદાઓ સાથે સંબંધ બાંધતા અને સાથે મળીને શિકાર કરતા હતા. સમય જતાં તેઓએ એકસાથે મળીને અન્‍ય એક મોટા ચિમ્‍પાન્‍ઝી સમૂહ પર હુમલો કરી તેમને ઞોગો વિસ્‍તારમાંથી કાઢી મૂક્‍યા હતા, જેથી તેમનો વિસ્‍તાર ઘણો વધી ગયો હતો. જોકે, હવે આ જ સમૂહ અંદરોઅંદર લડીને ખતમ થઈ રહ્યો છે.

વૈજ્ઞાનિકો આ હિસાને પ્રારંભિક માનવ યુદ્ધો સાથે સરખાવી રહ્યા છે. જોકે, અમેરિકામાં ટ્રમ્‍પ પ્રશાસન દ્વારા નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશનના બજેટમાં ૫૦ ટકાનો કાપ મુકાતા આ ઐતિહાસિક સંશોધન અધવચ્‍ચે બંધ થવાના આરે આવી ગયું છે.

વર્ષ ૧૯૭૦ માં પણ જોવા મળ્‍યો હતો આવો જ ખૂની ખેલ

અગાઉ માત્ર એક જ વાર આવી ઘટના નોંધાઈ હતી. ૧૯૭૦ ના દાયકામાં પ્રખ્‍યાત પ્રાઈમેટોલોજિસ્‍ટ ડોક્‍ટર જેન ગુડોલે તાંઝાનિયાના જંગલોમાં બે ડઝન ચિમ્‍પાન્‍ઝીઓના સમૂહને અંદરોઅંદર અત્‍યંત ક્રૂરતાથી લડતા જોયા હતા. ૧૯૯૩ માં તેમણે સ્‍વીકાર્યું હતું કે, હું માનતી હતી કે ચિમ્‍પાન્‍ઝીઓ આપણા જેવા છે, પરંતુ આપણા કરતા થોડા સારા છે. પછી મને સમજાયું કે તક મળતા જ તેઓ પણ આપણા જેવી જ નિર્દયતા બતાવી શકે છે.ૅ શરૂઆતમાં લોકો માનતા કે વૈજ્ઞાનિકો દ્વારા અપાતા કેળાને કારણે આ હિસા થઈ હશે, પરંતુ ઞોગોની ઘટના સાબિત કરે છે કે આ સંઘર્ષ કોઈ બાહ્ય પરિબળને કારણે નહીં, પરંતુ આંતરિક સામાજિક સંબંધો બગડવાને કારણે થાય છે.

વાનરોના આ ગૃહયુદ્ધ પાછળના મુખ્‍ય ત્રણ કારણો

સંશોધકો આ હિસા પાછળ ત્રણ મુખ્‍ય થિયરીઓ ચકાસી રહ્યા છે. (૧) વસ્‍તી વિસ્‍ફોટ અને ખોરાક માટેની સ્‍પર્ધાઃ ચિમ્‍પાન્‍ઝીઓની સંખ્‍યા વધતા સંસાધનો માટે ખેંચતાણ વધી અને પ્રાદેશિક વર્ચસ્‍વની લડાઈ શરૂ થઈ. (૨) પ્રજનન માટેની હરીફાઈઃ માદાઓ સુધી પહોંચવા માટે નર ચિમ્‍પાન્‍ઝીઓ વચ્‍ચે આક્રમક સ્‍પર્ધા શરૂ થઈ. (૩) વર્ષ ૨૦૧૪ ના મોતનો સિલસિલોઃ બીમારીના કારણે પાંચ પુખ્‍ત નર અને એક માદા ચિમ્‍પાન્‍ઝીના મોત થતા સમૂહનું સામાજિક સંતુલન ખોરવાઈ ગયું. જોકે, સંશોધકો પણ માને છે કે આ યુદ્ધ પાછળનું કોઈ એક ચોક્કસ કારણ હજુ સુધી સ્‍પષ્ટ નથી.

કેવી રીતે શરૂ થઈ આ જીવલેણ અદાવત?

યુગાન્‍ડાના ફોર્ટ પોર્ટલ શહેર નજીક આઠસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા કીબાલે નેશનલ પાર્કમાં ઞોગો ટેકરી પર અંદાજે પંદર સો ચિમ્‍પાન્‍ઝી વસવાટ કરે છે. વર્ષ ૧૯૯૫ થી યુનિવર્સિટી ઓફ મિશિગન અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના નિષ્‍ણાતો આ સમૂહનો અભ્‍યાસ કરી રહ્યા છે. પહેલા આ સમુદાય પヘમિી, મધ્‍ય અને પૂર્વીય એમ ત્રણ જૂથોમાં વહેંચાયેલો હોવા છતાં અત્‍યંત શાંતિથી રહેતો હતો. પરંતુ ૨૦૧૪ માં તેમની વચ્‍ચે તિરાડ પડવી શરૂ થઈ અને ૨૫ જૂન ૨૦૧૫ ના રોજ પヘમિી અને મધ્‍ય જૂથ સામસામે આવી ગયા. મૈત્રીપૂર્ણ વર્તનને બદલે ચીસો અને હિસા શરૂ થઈ. ૨૦૧૮ સુધીમાં તો આ સમૂહો સંપૂર્ણપણે વિભાજિત થઈ ગયા અને એકબીજાની વ્‍યવસ્‍થિત હત્‍યાઓ કરવા લાગ્‍યા.

 

ટેક્‍સાસ યુનિવર્સિટીના પ્રોફેસર એરોન સેન્‍ડેલ જણાવે છે કે તેઓ એક 'વોર જર્નાલિસ્‍ટ' ની જેમ તટસ્‍થ રહીને માહિતી એકઠી કરી રહ્યા છે, પરંતુ આટલા બધા મૃત ચિમ્‍પાન્‍ઝીઓને જોઈને તેઓ અંદરથી અત્‍યંત વ્‍યથિત છે.

 

માનવ ઇતિહાસના પ્રારંભિક યુદ્ધો જેવી જ સ્‍થિર્ર્તિં

 

આશરે ૬ કરોડ વર્ષો પહેલા માણસ અને ચિમ્‍પાન્‍ઝીના પૂર્વજો એક જ હતા. કેમ્‍બ્રિજ યુનિવર્સિટીના નિષ્‍ણાત સિલ્‍વેન લેમોઈનના જણાવ્‍યા અનુસાર, ઞોગો ચિમ્‍પાન્‍ઝીઓનો આ સંઘર્ષ દર્શાવે છે કે માનવ ઉત્‍ક્રાંતિના પ્રારંભિક તબક્કામાં પણ આવા યુદ્ધો સામાન્‍ય હશે. આપણા પૂર્વજો પાસે કોઈ વિચારધારા, સાંસ્‍કૃતિક ઓળખ કે ભાષા ન હોવા છતાં તેઓ આવા લાંબા સંઘર્ષોમાં ઉતર્યા હશે. મિનેસોટા યુનિવર્સિટીના માઈકલ વિલ્‍સન પણ ઉમેરે છે કે ધર્મ, રાજકીય પક્ષો કે વિચારધારા વિના પણ સંઘર્ષ થઈ શકે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે.

વિશ્વભરના મીડિયામાં ચર્ચા અને સંશોધન પર તોળાતો ખતરો

આ આヘર્યજનક ઘટનાએ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભારે ચર્ચા જગાવી છે. પરંતુ, હવે આ ઐતિહાસિક સંશોધન સામે મોટું સંકટ ઊભું થયું છે. અમેરિકાના ટ્રમ્‍પ પ્રશાસને વર્ષ ૨૦૨૭ ના બજેટમાં નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન માટે ૫૦ ટકાથી વધુનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. અગાઉ આવા લાંબા ગાળાના પ્રોજેક્‍ટ માટે ૧૫૦ મિલિયન ડોલર ફાળવાયા હતા. આ બજેટ કાપના પગલે ફાઉન્‍ડેશને ઞોગો જેવા પ્રોજેક્‍ટ્‍સ બંધ કરવા આંતરિક દરખાસ્‍ત રજૂ કરી છે, જેનાથી ભવિષ્‍યમાં આ વાનરોના ગૃહયુદ્ધનો અંત શું આવશે તે કદાચ ક્‍યારેય જાણી શકાશે નહીં.

બે કરોડ વર્ષ જૂના વાનરોથી આધુનિક માનવી સુધીની સફર

ગો ચિમ્‍પાન્‍ઝીઓનો આ અભ્‍યાસ માનવ ઉત્‍ક્રાંતિ સમજવા માટે અત્‍યંત મહત્‍વનો છે. આશરે બે કરોડથી ૧.૮ કરોડ વર્ષ પહેલાંના ઝાડ પર રહેતા પ્રોકોન્‍સુલ વાનર અને ચાર પગે ચાલતા રામાપિથેકસ થી આ સફર શરૂ થાય છે. ત્‍યારબાદ ૪૦ થી ૩૦ લાખ વર્ષ પહેલા બે પગે ચાલતા ઓસ્‍ટ્રાલોપિથેકસ અફારેન્‍સિસ અસ્‍તિત્‍વમાં આવ્‍યા. ત્‍યારબાદ પથ્‍થરના ઓજારો બનાવતા હોમો હેબિલિસ, આગનો ઉપયોગ કરીને લાંબી મુસાફરી કરનાર હોમો ઈરેક્‍ટસ, મોટા શિકાર કરતા હોમો હાઈડેલબર્ગેન્‍સિસ અને યુરોપ-એશિયામાં વસતા મજબૂત બાંધાના હોમો નિએન્‍ડરથલ્‍સ થી લઈને આશરે ત્રણ લાખ વર્ષ પહેલાં અસ્‍તિત્‍વમાં આવેલા કળા, ભાષા અને ટેકનોલોજી જાણતા આધુનિક માનવી એટલે કે હોમો સેપિયન્‍સ' સુધીનો વિકાસ થયો છે. આ ઉત્‍ક્રાંતિ અને સામાજિક વર્તનને સમજવા આવા સંશોધનો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

યુદ્ધનું અકળ ભવિષ્‍ય અને પ્રોજેક્‍ટ બંધ થવાનો ખતરો

ડોક્‍ટર એરોન સેન્‍ડેલના જણાવ્‍યા અનુસાર આ ચિમ્‍પાન્‍ઝીઓનું યુદ્ધ ક્‍યારે અને કેવી રીતે પૂરું થશે તે કહી શકાય તેમ નથી. એવી પૂરેપૂરી શક્‍યતા છે કે પヘમિી સમૂહ મધ્‍ય સમૂહને સંપૂર્ણપણે ખતમ કરી નાખશે. પરંતુ આ પરિણામ જોતા પહેલા જ આ પ્રોજેક્‍ટનો અંત આવી શકે છે. ટ્રમ્‍પ પ્રશાસને વર્ષ ૨૦૨૭ ના બજેટમાં નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન માટે પચાસ ટકાથી વધુનો કાપ મૂક્‍યો છે. અગાઉ આવા પ્રોજેક્‍ટ્‍સ માટે એકસો પચાસ મિલિયન ડોલર ફાળવાયા હતા. જર્મન પ્રાઈમેટ સેન્‍ટરના જેમ્‍સ બ્રૂક્‍સે ચેતવણી આપી છે કે જો આ કાપ અમલમાં આવશે તો ઞોગો પ્રોજેક્‍ટ પર વૈજ્ઞાનિકોએ કરેલી દાયકાઓની મહેનત અને વાનરોના વર્તન અંગે એકઠો કરેલો વર્ષો જૂનો ડેટા હંમેશા માટે નષ્ટ થઈ જશે.

આ ઘટના દર્શાવે છે કે માનવ ઉત્‍ક્રાંતિના પ્રારંભિક તબક્કામાં આપણા પૂર્વજો પાસે કોઈ વિચારધારા કે ધર્મ ન હોવા છતાં તેઓ આવા લાંબા સંઘર્ષોમાં ઉતર્યા હશે.

વિશ્વભરના મીડિયામાં ચર્ચા

ચિમ્‍પાન્‍ઝીઓના આ લોહિયાળ યુદ્ધ અને હવે ફંડિગ કાપના કારણે બંધ થવાની અણી પર આવેલા સંશોધને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભારે ચર્ચા જગાવી છે. અમેરિકા અને બ્રિટનની અગ્રણી ટીવી ચેનલોથી લઈને એક્‍સ જેવા પ્‍લેટફોર્મ પર આ વિષય ટ્રેન્‍ડ કરી રહ્યો છે. ભારતમાં પણ હિન્‍દી, ઉર્દુ અને ગુજરાતી અખબારોમાં આ ઞોગો વાનરોના ગૃહયુદ્ધ અને માનવ ઉત્‍ક્રાંતિના ઈતિહાસ વિશે પાનાઓ ભરીને અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

(11:11 AM IST)