તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
છત્તીસગઢઃ માસિક પેન્શન માટે મહિલા વૃદ્ધ સાસુને પીઠ પર ઉંચકી બેન્ક પહોંચી
કેવાયસી પ્રક્રિયા બાકી હોવાથી માસિક પેન્શન ૩-૪ મહિનાથી અટક્યું હતું : કેવાયસી પ્રક્રિયા કરીને બેન્કે તે જ દિવસે મહિલાને પેન્શન ચુકવણી કરી

અંબિકાપુર,તા.૨૫: છત્તીસગઢના સરગુજા જિલ્લામાં એક આદિવાસી મહિલા માસિક પેન્શનની રકમ મેળવવા પોતાના ૯૦ વર્ષના સાસુને ખભે ઊંચકીને ત્રણ કિ.મી. ચાલીને બેન્ક પહોંચી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વૃદ્ધાને રૂપિયા ૫૦૦નું માસિક પેન્શન મળે છે. પરંતુ કેવાયસીની પ્રક્રિયા બાકી હોવાથી ચાર મહિનાથી પેન્શન અટક્યું હતું. મેઈનપેટ બ્લોકમાં આ ઘટના શુક્રવારે બની હતી. બીજા દિવસે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે ૫૦ વર્ષની વયની સુખમનીયા વૃદ્ધાને પીઠ પર ઉંચકીને બેન્ક તરફ ચાલી રહી હતી. વીડિયો ઉતારનારને મહિલાએ કહ્યું હતું કે બેન્ક મિત્ર દર મહિને તેમના ઘેર જ રૂપિયા ૫૦૦નું માસિક પેન્શન પહોંચતું કરતો હતો. પરંતુ કેવાયસી પ્રક્રીયા બાકી હોવાથી ચાર મહિનાથી પેન્શન અટક્યું હતું. કુનિયા વિસ્તારના જંગલપરા ગામની સુખમનીયા ૯૦ વર્ષના વૃદ્ધ સાસુને પીઠ પર ઉંચકીને ત્રણ કિ.મી. ચાલીને મેઈનપેટ નગરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સુધી પહોંચી હતી. મેઈનપેટ જનપદ પંચાયતના અધિકારી ખુશ્બુ શાષીએ જણાવ્યું હતું કે બેન્ક મિત્ર માસિક પેન્શનની રકમ ચુકવવા દર મહિને મહિલાના ઘરની મુલાકાત લેતો હતો. મહિલા કોઇને પણ જાણ કર્યા વિના ૨૨ મેના રોજ સાસુને ઉંચકીને બેન્ક પહોંચી હતી. બેન્ક ખાતે કેવાયસીની પ્રક્રીયા પુરી થતાં જ ચાર મહિનાની રૂપિયા ૨૦૦૦ની રકમ મહિલાને ચુકવી દેવામાં આવી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
