તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ચારધામ યાત્રા: કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો, રુદ્રપ્રયાગમાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન
બાબા કેદારના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ | ટ્રાફિક અને યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ તથા સ્થાનિક તંત્ર હાઇ એલર્ટ પર

રુદ્રપ્રયાગ / દેહરાદૂન: ઉત્તરાખંડમાં ચાલી રહેલી પવિત્ર ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. બાબા કેદારના દર્શનાર્થે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. યાત્રા માર્ગ પર વાહનોની અવરજવર સુચારૂ રહે અને કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે ટ્રાફિક વ્યવસ્થામાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે જ, યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે મહત્વના પોઈન્ટ્સ પર વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ હવામાનની સ્થિતિ અને પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા (SOP) ધ્યાન ધ્યાને રાખીને જ આગળની યાત્રાનું આયોજન કરે, જેથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
