તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
દરરોજ દશ મિનિટ વિદ્યિવત ૐ નાદ કરવાથી ત્રણ ફુટના દિવ્ય ઓરા સર્જાયઃ પૂ. જે.પી. ગુરૂદેવ
રાજકોટના પનોતા પુત્ર આધ્યાત્મ ચિંતક, પ્રવચન પ્રભાવક, ક્રાંતિકારી વિચારક આ.ભ. પૂ. જે.પી. ગુરૂદેવજી તથા મુનિરાજ જિનશાસન વિજયજી ‘અકિલા'ના આંગણે : સુખ-શાંતિના અહેસાસ તથા નકારાત્મક ઉર્જાથી રક્ષણ માટે અધ્યાત્મ તરફ વળવું પડશેઃ મંત્ર પ્રચંડ ઉર્જા છે, તે કુવૃતિ ધરાવનાર પાસે જાય તો ગેરઉપયોગ થાયઃ દરેક માણસે ખુદનું આભામંડળ સ્ટ્રોંગ રાખવું જ પડેઃ વિષય અને કસાય તૂટે ત્યારે જન્મ-મરણના ફેરા બંધ થાયઃ પૂ. ગુરૂજીએ ગહન જ્ઞાન વહાવ્યું : કાલે પૂ. ગુરૂભગવંતોનો રાજકોટથી બોટાદ તરફ ચાતુર્માસ અર્થે વિહારઃ તા. ૧૯ ને રવિવારે બોટાદમાં ચાતુર્માસ પ્રવેશ યોજાશે

રાજકોટ તા.૬: રાજકોટના પનોતા પુત્ર પૂ.ક્રાંતિકારી વિચારક, પ્રવચન પ્રભાવક, આધ્યાત્મ ચિંતક આ.ભ.શ્રી વિજયજયપ્રભ સુરીશ્વરજી મ.સા. (પૂ.જે.પી. ગુરૂદેવ) તથા મુનિરાજ પૂ.જિનશાસને વિજયજી મ.સા.ની ‘‘અકિલા''ના આંગણે પાવન પધરામણી થઇ હતી. પૂ.ગુરૂભગવંતોનું ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા તથા ‘‘અકિલા'' વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા દ્વારા અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે (જે.પી. ગુરુદેવ) મંત્ર વિજ્ઞાનનો ગૂઢ સિદ્ધાંત બહુ સરળ રીતે સમજાવ્યો છે. ગુરુદેવના જણાવ્યા અનુસાર, મંત્રો માત્ર શબ્દો નથી, પરંતુ તે અખંડ પોઝીટીવ ઉર્જાનું સર્જન કરનારું સમર્થ માધ્યમ છે. જોકે, આ સકારાત્મક ઉર્જાનો સાક્ષાત્કાર કરવા માટે માત્ર મંત્રોનું રટણ પૂરતું નથી. મંત્ર સાધના ત્યારે જ ફળદાયી બને છે જ્યારે સાધક પોતાના આંતરિક અને બાહ્ય વાતાવરણમાં એક વિશેષ ઁઓરાઁ અને એનર્જી ક્રિએટ કરે.
આ વિશેષ ઉર્જા વલય તૈયાર કરવા માટે સાધકે પોતાની દિનચર્યા અને વિચારો પર કડક નિયંત્રણ રાખવું પડે છે. સાધનાના કાળ દરમિયાન નબળું બોલવું નહીં, નબળું વિચારવું નહીં, નબળું સાંભળવું નહીં અને નબળું વાંચવું કે જોવું પણ નહીં. જ્યારે મન અને ઇન્દ્રિયો નકારાત્મકતાથી મુક્ત બને છે, ત્યારે જ આત્મામાં ઉચ્ચ કક્ષાની ઉર્જાનો સંચાર થાય છે.
જીવનમાં ‘‘સંગ તેવો રંગ'' નિયમ સદા કામ કરે છે. તેથી સાધકે પોતાનો સંગ પણ હંમેશાં ઉત્તમ અને પવિત્ર રાખવો જોઈએ. જો ઉત્તમ વાતાવરણ અને સંતોના સંગાથ વચ્ચે રહીને મંત્ર સાધના કરવામાં આવે, તો આત્માની આસપાસ એક મજબૂત સકારાત્મક ઓરા બને છે. આ જ ઉર્જા માનવ જીવનને પરમ શાંતિ અને આધ્યાત્મિક શિખરો તરફ દોરી જાય છે.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જે.પી. ગુરુદેવે મંત્ર સાધનાની સફળતા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક ચાવી આપી છે. ગુરુદેવના જણાવ્યા અનુસાર, મંત્ર સાધનામાં માત્ર સંખ્યા ગણવા કરતાં સાધકે શ્રેષ્ઠ પદ્ધતિ અને પરફેક્શન (ચોકસાઈ) પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મંત્રોની સંખ્યા વધારવાની ઉતાવળમાં જો તેની ગુણવત્તા જોખમાય, તો સાધનાનું વાસ્તવિક ફળ મળતું નથી.
ગુરુદેવે આ પદ્ધતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, મંત્ર સાધના હંમેશાં લાંબા અને ઊંડા શ્વાસ સાથે કરવી જોઈએ. સાધકે મંત્રોની ગણતરી પાછળ દોડવાને બદલે શ્વાસની પ્રક્રિયા અને મંત્રના ઉચ્ચારણની શુદ્ધિ પર ફોકસ કરવું જરૂરી છે. જો દશ મિનિટના સમયગાળામાં માત્ર દશ જ મંત્રો થાય, તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પૂર્ણ એકાગ્રતા અને પરફેક્શન સાથે કરેલા એ દશ મંત્રો પણ આત્મા માટે સવિશેષ ગુણકારી અને પ્રભાવશાળી સાબિત થાય છે.
શ્વાસની ગતિ મંત્રના પ્રભાવને સીધી રીતે અસર કરે છે. ટૂંકા શ્વાસ સાથે જો મંત્રોચ્ચાર કરવામાં આવે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ મંત્રનો જે વાસ્તવિક કે ધાર્યું પરિણામ મળવું જોઈએ તે પ્રાપ્ત થઈ શકતું નથી. આથી, સાધનાનું સર્વોત્તમ પરિણામ મેળવવા માટે લાંબા શ્વાસ લો અને તેની સાથે મંત્રના નાદને પણ અંદરથી લંબાવો. જ્યારે ઊંડા શ્વાસની સાથે મંત્રનો નાદ જોડાય છે, ત્યારે શરીરમાં અને મનમાં એક અલૌકિક કંપન પેદા થાય છે. આ પદ્ધતિ જ સાધકને મંત્ર વિજ્ઞાનના સાચા રહસ્ય સુધી પહોંચાડે છે.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુરુદેવે વર્તમાન સમયની સામાજિક અને માનસિક સ્થિતિ અંગે અત્યંત ઊંડાણપૂર્વક ચિંતન રજૂ કર્યું હતું. પૂ. ગુરુદેવના જણાવ્યા અનુસાર, આજના આધુનિક યુગમાં ભૌતિક સુવિધા અને સાધનો ખૂબ વધ્યા છે, પરંતુ તેની સામે માણસની આંતરિક શાંતિ સાવ હણાઈ ગઈ છે. બહારથી બધું જ હોવા છતાં અંદર એક અજંપો વ્યાપેલો જોવા મળે છે.
વર્તમાન સમયનો આ જ સૌથી મોટો વિરોધાભાસ છે કે માણસ પાસે સુખના સાધનો તો પુષ્કળ છે, પરંતુ સાચું સુખ કયાંય દેખાતું નથી. લોકોના બેડરૂમ ભવ્ય અને વૈભવી બની ગયા છે, પણ આંખોમાંથી ઊંઘ હરામ થઈ ગઈ છે. ચારેય તરફ આર્થિક સમળદ્ધિ અને સંપત્તિ વધી રહી છે, પણ તેની સાથે જ માનવીના મન ચિંતાજનક રીતે સંકુચિત થઈ ગયા છે. બાહ્ય ભપકા વચ્ચે આત્મા સાવ ખાલીપો અનુભવી રહ્યો છે.
આ ગંભીર સ્થિતિમાંથી બહાર નીકળવા માટે ગુરુદેવ એક અમોઘ માર્ગ બતાવે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે માણસે હવે ફરજિયાતપણે અધ્યાત્મ તરફ વળવું જ પડશે. અહીં માત્ર લૌકિક ધર્મને નહીં, પણ શુદ્ધ અધ્યાત્મને સમર્પિત થવાની તાતી જરૂર છે. જીવનમાં સાચું સુખ, પરમ શાંતિ અને સર્જનાત્મકતાનો ખરો અનુભવ કેવળ આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. આત્મખોજ જ આ યુગની તમામ સમસ્યાઓનો સાચો ઉકેલ છે.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે સામાન્ય માણસ પણ પોતાની ભીતર આધ્યાત્મિક ઉર્જાનો સાક્ષાત્કાર કરી શકે તે માટે એક અત્યંત સરળ, પ્રાયોગિક અને અદ્ભુત ચાવી આપી છે. ગુરુદેવના જણાવ્યા અનુસાર, ઊંડી સાધનાના શિખરો સુધી પહોંચવા માટે કોઈ અઘરી ક્રિયા કરવાની જરૂર નથી, પરંતુ દૈનિક જીવનમાં એક નાનકડો પણ નિયમિત પ્રયોગ અદ્ભુત પરિવર્તન લાવી શકે છે.
આ પ્રયોગની વિધિ સમજાવતા ગુરુદેવે જણાવ્યું છે કે, સાધકે દરરોજ સવારના શાંત વાતાવરણમાં માત્ર ૧૦ મિનિટનો સમય ફાળવવાનો છે. આ સમય દરમિયાન સ્થિર આસને બેસીને, ઊંડા અને લાંબા શ્વાસની સાથે માત્ર ૧૦ વખત જ ઓમકારનો નાદ કરવાનો છે. આ નાદ એટલો ગંભીર અને દીર્ઘ હોવો જોઈએ કે એક મિનિટના સમયગાળામાં માત્ર એક જ ઓમકાર પૂર્ણ થાય. એટલે કે, ઓમકારના ધ્વનિને અંદરથી લંબાવીને આખી મિનિટ સુધી તેનો નાદ ગુંજતો રાખવાનો છે.
આ પ્રાયોગિક સાધનાના પરિણામો પણ એટલા જ અસરકારક છે. આ રીતે નિયમિત ઓમકારનો દીર્ઘ નાદ કરવાથી મનુષ્યનું તન અને મન સંપૂર્ણપણે શાંત તથા સ્થિર બને છે. ઓમકાર ધ્વનિના પ્રકંપનોથી આસપાસના વાતાવરણમાં ભારે માત્રામાં પોઝીટીવ એનર્જી ક્રિએટ થાય છે.
સૌથી મોટી વાત એ છે કે, જે વ્યક્તિ આ પ્રયોગ નિયમિત કરે છે તેના ઓરા એટલે કે આભામંડળમાં ત્રણ ફૂટ જેટલી દિવ્યતા પ્રસરે છે. આ દિવ્ય પ્રકાશ વલય સાધકની આસપાસ એક મજબૂત સુરક્ષા કવચ બની જાય છે, જે કોઈપણ પ્રકારની બાહ્ય નકારાત્મક ઉર્જા કે ખરાબ વિચારોને વ્યક્તિની અંદર પ્રવેશવા દેતું નથી અને તેનું આધ્યાત્મિક રક્ષણ કરે છે.
પૂજ્ય આચાર્ય જે.પી. ગુરુદેવે મંત્ર વિજ્ઞાનના એક અત્યંત ગંભીર અને ચિંતાજનક પાસા પર પ્રકાશ પાડ્યો છે. ગુરુદેવના જણાવ્યા અનુસાર, મંત્ર એ એક પ્રચંડ ઉર્જા છે. પરંતુ જો આ ઉર્જા કોઈ ગેરવ્યક્તિ, એટલે કે પાત્રતા ન ધરાવતા અથવા કુવળત્તિ અને દૂષિત માનસિકતા ધરાવનારા માણસના હાથમાં આવી જાય, તો તેના પરિણામો ભયાનક આવી શકે છે. આવી વ્યક્તિ જ્યારે મંત્ર સાધના કરે છે, ત્યારે તેનાથી સર્જાતી શક્તિનો ઉપયોગ તે લોકકલ્યાણને બદલે નકારાત્મક કાર્યોમાં કરવા લાગે છે.
વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા એ છે કે સમાજમાં આવા તત્વો મોટી સંખ્યામાં સક્રિય થયા છે. પોતાના સ્વાર્થ કે ઇર્ષ્યાના કારણે અન્ય નિર્દોષ લોકોને પરેશાન કરવા, તેમને પ્રગતિના પંથેથી પાડી દેવા અને તેમનું પતન કરવું ラ આ પ્રકારની નકારાત્મક પ્રવળત્તિઓ આજે સોશિયલ અને આધ્યાત્મિક સ્તરે વધી રહી છે. આવી દૂષિત ઉર્જા સામે ટકી રહેવા માટે દરેક સામાન્ય માણસે પોતાની આધ્યાત્મિક રક્ષા કરવી અનિવાર્ય બની ગઈ છે.
આ સ્થિતિમાં સેલ્ફ પ્રોટેક્શન (સ્વ-રક્ષણ) માટે ગુરુદેવે સનાતન અને જૈન પરંપરાનો એક અત્યંત પ્રભાવશાળી ઉપાય સૂચવ્યો છે. સનાતન પરંપરામાં મહામંત્ર ગાયત્રી મંત્રને મૂળ મંત્રોમાં સર્વોચ્ચ સ્થાન અપાયું છે, જ્યારે જૈન પરંપરામાં નવકાર મંત્રને સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી માનવામાં આવ્યો છે.
આ આધ્યાત્મિક સુરક્ષા કવચ બનાવવાની વિધિ બહુ સરળ છે. સાધકે સવારે કે મુશ્કેલીના સમયે પોતાના જમણા હાથમાં થોડું પવિત્ર પાણી લેવાનું છે. ત્યારબાદ પૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધા સાથે
બ્લેક મેજિક- મેલીવિદ્યા સામે સેલ્ફ પ્રોટેકશન જરૂરી
રાજકોટ તા.૬: પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આધ્યાત્મિક જગતના એક અત્યંત સંવેદનશીલ અને ગૂઢ વિષય ラ બ્લેક મેજિક અને મેલી વિદ્યા અંગે સાધકોને બહુ મોટી ચેતવણી આપી છે. ગુરુદેવના જણાવ્યા અનુસાર, મંત્ર સાધનાના માર્ગે ચાલવા ઈચ્છનારા દરેક વ્યક્તિએ ડગલે ને પગલે સાવધાન રહેવું અનિવાર્ય છે. શાષાોમાં વર્ણવેલા કેટલાક તામસિક કે નકારાત્મક મંત્રો, જે સામાન્ય જીવો માટે સિદ્ધ કરવા યોગ્ય નથી, તેનાથી સાધકોએ સદાય દૂર રહેવું જોઈએ.
આજના યુગમાં પણ બ્લેક મેજિક અને મેલી વિદ્યા જેવી નકારાત્મક શક્તિઓનું અસ્તિત્વ એક કડવી હકીકત છે. આ વિજ્ઞાનનો દુરુપયોગ કેટલો ભયાનક હોઈ શકે તે સ્પષ્ટ કરતાં ગુરુદેવે ઉદાહરણ આપ્યું કે, ઓશો રજનીશ જેવી સમર્થ અને ઉચ્ચ આધ્યાત્મિક વિભૂતિને પણ પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારની નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડ્યો હતો અને તેનો અનુભવ થયો હતો. સમાજમાં એવા ઘણા કુટિલ લોકો છે, જેઓ ન કરવા જેવા તામસિક મંત્રો સિદ્ધ કરીને તેનો પ્રયોગ અન્યોને નુકસાન પહોંચાડવા કે હેરાન કરવા માટે કરે છે. દુર્ભાગ્યે, વર્તમાન સમયમાં આવા દૂષિત તત્વોની એક બહુ મોટી જમાત સક્રિય છે.
આવી અદ્રશ્ય નકારાત્મક અસરો અને આસુરી પ્રયોગોથી બચવા માટે ‘‘સેલ્ફ પ્રોટેક્શન''(આધ્યાત્મિક આત્મરક્ષણ) અત્યંત જરૂરી બન્યું છે. ગુરુદેવ ભારપૂર્વક સમજાવે છે કે, આ સુરક્ષા માટે સાધકે સાચા મંત્રો અને તેની શાષાોક્ત રક્ષણાત્મક પદ્ધતિઓ વિધિવત રીતે શીખવી જોઈએ. આ ઉપરાંત, પૂજ્ય ગુરુદેવે આધ્યાત્મિક માર્ગમાં થતા વિવિધ ભ્રમ, સાચી આત્મિક અનુભૂતિ અને અન્ય ગહન આધ્યાત્મિક વિષયો પર ઊંડી ચર્ચા કરીને સાધકોનું માર્ગદર્શન કર્યું હતું, જેથી લાયકાત વિનાના નકારાત્મક પ્રવાહોથી બચીને સાચી દિશામાં આગળ વધી શકાય.
બોટાદમાં પૂ.લબ્ધિપ્રભ મ.સા.ના શ્રીમુખેથી કરેમી ભંતેના પાઠ ભણ્યા
આ.ભ.પૂ. જે.પી. ગુરૂદેવ માત્ર ૧૧ વર્ષની વયે પૂ. લબ્ધિપ્રભ મ.સા.ના. શ્રીમુખેથી બોટાદ ખાતે કરેમી ભંતેના પાઠ ભણ્યા હતા.
આ.ભ.પૂ. જે.પી. ગુરૂદેવ રાજકોટના પનોતા પુત્ર
‘અકિલા' ના આંગણે પાવન પગલાનો લાભ આપનાર આ.ભ.પૂ. જે.પી. ગુરૂદેવ રાજકોટના પનોતા પુત્ર છે. માત્ર ૧૧ વર્ષની ઉમરે પ્રવજયાનો પંથ અંગીકાર કરેલ. પૂ. શ્રી હાલ ૪પ વર્ષનો દિક્ષા પર્યાય ધરાવે છે
ચાતુર્માસ બાદ પાલીતાણાની ૧૦૮ યાત્રાનું આયોજન
પૂ.જે.પી. ગુરૂદેવે જણાવ્યું હતું કે, ચાર્તુમાસ બાદ મુંબઇના ગુરૂભકત દ્વારા ૩પ૦ યાત્રીકો માટે ૧૦૮ પાલીતાણાની યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં પપ દિવસમાં યાત્રીકો આ યાત્રા પુર્ણ કરશે. યાત્રા દરમિયાન દરરોજ એક વખત ભોજન આપવામાં આવશે. આ યાત્રામાં ૩૭૪પ પગથીયા ચડી અને ઉતરવાથી એક યાત્રા પૂર્ણ થશે.
કદમ અને કલમઃ સમાજને દિશા આપનારા સ્તંભ
રાજકોટ તા.૬: પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે રાષ્ટ્ર અને સમાજના નવનિર્માણમાં સંત અને પત્રકારત્વની ભૂમિકાને બહુ સચોટ રીતે રેખાંકિત કરી છે. ગુરુદેવના જણાવ્યા અનુસાર, ‘‘સાધુના કદમ'' અને ‘‘મીડિયાની કલમ'' જો એકસાથે યોગ્ય દિશામાં ગતિ કરે, તો આખા સમાજને સકારાત્મક માર્ગે વાળવાની પ્રચંડ ક્ષમતા તેમનામાં રહેલી છે. સંતોના પવિત્ર પગલાં લોકકલ્યાણના પંથે આગળ વધે અને પ્રસાર માધ્યમોની કલમ સત્ય તથા રચનાત્મક વિચારોથી સભર રહે, તો સમગ્ર માનવજાતને એક ઉત્તમ અને નવી પ્રેરણા પ્રાપ્ત થાય છે.આજના યુગમાં મીડિયાની જવાબદારી વિશે વાત કરતા ગુરુદેવે જણાવ્યું છે કે, નકારાત્મક સમાચારોની દોડ વચ્ચે મીડિયાએ સમાજમાં બનતી શ્રેષ્ઠ અને સકારાત્મક ઘટનાઓને વધુ પ્રમાણમાં હાઈલાઈટ કરવી જોઈએ. પત્રકારત્વ માત્ર ખામીઓ શોધવાનું સાધન નથી, પણ આશા જગાડવાનું માધ્યમ પણ છે.
ગુરુદેવ પોતે માત્ર ઉપદેશ આપતા નથી, પરંતુ રાષ્ટ્રના સુધારા માટે પોલીસ તંત્ર તેમજ જેલના કેદીઓ માટે વિશેષ પરિવર્તન સેમીનારોનું આયોજન કરે છે. ગુરુદેવનો એક બહુ મોટો માનવતાવાદી સિદ્ધાંત છે કે, આ દુનિયામાં કોઈ પણ માણસ કયારેય જન્મજાત ગુનેગાર હોતો નથી. વાસ્તવમાં, સમાજમાં અને વાતાવરણમાં સતત પ્રવર્તતી નકારાત્મકતા, દૂષિત વિચારો અને સંગાથના કારણે જ માણસ ભટકી જાય છે અને ગુનાખોરી તરફ વળે છે. જો આવી અસામાજિક સ્થિતિને રોકવી હોય, તો મીડિયા સકારાત્મકતાના પ્રસારની બહુ મોટી અને ઐતિહાસિક ભૂમિકા ભજવી શકે છે. કલમ દ્વારા ફેલાયેલી પોઝીટીવિટી ભટકેલા માનવીને પુનઃ સાચા માર્ગે લાવી શકે છે.
બહુજન સમાજ પાર્ટીની રાજકોટમાં મળી ગયેલ સમીક્ષા બેઠક : નવી બોડીની રચના
જિલ્લા અધ્યક્ષપદે વિજયભાઇ ખીમસુરીયા અને ઉપાધ્યક્ષપદે કિરણભાઇ દેલવાડીયા
રાજકોટ તા. ૬ : બહુજન સમાજ પાર્ટીની સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠક તાજેતરમાં રાજકોટ ખાતે મળી હતી. કેન્દ્રીય કો.ઓર્ડીનેટર પૂર્વ રાજય સભા સાંસદ અશોક સિધ્ધાર્થ, ડો. સુરેન્દ્રસિંહ કલોરીયાજી, ગુજરાાત પ્રદેશ પ્રમુખ નિવૃત્ત સેશન્સ જજ બી. એન. મકવાણા સાથે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અરવિંદભાઇ ગોહિલની હાજરીમાં રાજકોટ શહેર બહુજન સમાજ પાર્ટીની જિલ્લા કમીટીની નવી બોડીની રચના કરવામાં આવી હતી.
જિલ્લા અધ્યક્ષ તરીકે વિજયભાઇ ખીમસુરીયા, જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે કિરણભાઇ દેલવાડીયા, જિલ્લા મહાસચિવ તરીકે વિજયભાઇ રાઠોડ, જિલ્લા કાર્યાલય સચિવ તરીકે માધુભાઇ ગોહેલ, જિલ્લા કોષાધ્યક્ષ તરીકે જીવણભાઇ પરમાર, કાર્યાકારી સદસ્ય તરીકે દીલીપભાઇ નગવાડીયા અને પ્રવિણભાઇ અઘેરાની નિયુનિકત કરાઇ હતી.
આ નવી બોડીને બામસેફ બી-૧ રાજકોટના હોદેવારો ડો. ધીરેન ઘીવાલા, કિશોરભાઇ સાગઠીયા, પ્રિયંકર સાકિયા, બાબુભાઇ ચાવડા, ગોવિંદભાઇ ચૌહાણ, જે. વી. ચાવડા, મનસુખભાઇ ચાવડા વગેરેએ આવકારી શુભેચ્છા પાઠવેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચમનભાઇ સવસાણીએ કરેલ. કાર્યક્રમની સફળતા માટે રાજુભાઇ સોલંકી, રમેશભાઇ રાઠોડ, વિક્રમભાઇ પરમાર, દિપક ગોહિલ, વિક્રમભાઇ વોરાએ જહેમત ઉઠાવી હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
