<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

રામ મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કપાટ સવારે ૪ વાગ્‍યે ખૂલશે, રાત્રે ૧૦ વાગ્‍યે બંધ થશે

મંદિરના કપાટ હવે ૩.૪૫ વાગ્‍યાને બદલે સવારે ૪ વાગ્‍યે ખૂલશે. ભક્‍તો સવારે ૭ વાગ્‍યાથી રામલલાનાં દર્શન કરી શકશે

અયોધ્‍યા તા.૨: શિયાળાના આગમનથી દિવસો ટૂંકા થયા હોવાથી પહેલી નવેમ્‍બરથી અયોધ્‍યાના શ્રી રામ જન્‍મભૂમિ મંદિરમાં દર્શન અને આરતીનો નવો સમય લાગુ કરવામાં આવ્‍યો છે. મંદિરના કપાટ હવે ૩.૪૫ વાગ્‍યાને બદલે સવારે ૪ વાગ્‍યે ખૂલશે. ભક્‍તો સવારે ૭ વાગ્‍યાથી રામલલાનાં દર્શન કરી શકશે.

નવા સમયપત્રક મુજબ મંગળા આરતી સવારે ૪.૩૦ વાગ્‍યે અને શ્રૃંગાર આરતી સવારે ૬.૩૦ વાગ્‍યે થશે. રામલલા બપોરે ૧૨.૩૦થી ૧.૩૦ વાગ્‍યા સુધી આરામ કરશે. અગાઉ આરામનો સમય ૩૦ મિનિટનો હતો. સાંજે અને રાત્રે ભક્‍તો રાત્રે ૯.૧૫ વાગ્‍યા સુધી દર્શન કરી શકશે. આ પછી શયન આરતી રાત્રે ૯.૩૦ વાગ્‍યે કરવામાં આવશે અને મંદિરનાં કપાટ રાત્રે ૧૦ વાગ્‍યે બંધ થશે. અગાઉ કપાટ સવારે ૩.૪૫ વાગ્‍યે ખૂલતાં હતાં અને રાત્રે ૧૦.૩૦ વાગ્‍યે બંધ થતાં હતાં.

(3:50 PM IST)