તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ચંદન આનંદ બન્યા બાળ કલાકાર આયુધના માર્ગદર્શક
સબ ચેનલની સિરીયલ ‘હસ્તિનાપુર કે વીર'ના સેટ પાછળ મામા શકુની યુવા દુર્યોધનને આપે છે સાચી સમજ

મુંબઇ તા. ૧૬: સોની સબ ચેનલ પર સોમવારથી શનિવાર દરમિયાન રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થતા લોકપ્રિય પૌરાણિક શો ‘હસ્તિનાપુર કે વીર'ના સેટ પરથી કલાકારોના પરસ્પર સ્નેહ અને માર્ગદર્શનની સુંદર વિગતો પ્રકાશમાં આવી છે. આ શોમાં મામા શકુનીનું નકારાત્મક પાત્ર ભજવતા અનુભવી અભિનેતા ચંદન આનંદ કેમેરાની પાછળ યુવા દુર્યોધનની ભુમિકા ભજવતા બાળ કલાકાર આયુધ ભાનુશાલીના સાચા માર્ગદર્શક બન્યા છે. ખુબ નાની ઉંમરે ક્રોધ અને ઈર્ષ્યાથી ભરેલું દુર્યોધનનું પાત્ર ભજવી રહેલા આયુધના વાસ્તવિક જીવન પર કોઈ નકારાત્મક અસર ન પડે તેની ચંદન આનંદ ખાસ તકેદારી રાખે છે. તેઓ આયુધને સતત સમજાવે છે કે ડિરેક્ટર કટ બોલે એટલે દુર્યોધનનું પાત્ર સેટ પર જ છોડી દેવું જોઈએ. ચંદન આનંદ સેટ પર આયુધ સાથે રમત ગમત અને હળવી મજાક કરીને તેને સકારાત્મક રાખવા પ્રયત્નશીલ રહે છે જેથી તે પોતાનું બાળપણ મુક્તપણે માણી શકે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
