તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
કેન્દ્રએઃ કપાસની આયાત પરની કસ્ટમ ડ્યૂટી હટાવી
ટેક્સટાઇલ-એપેરલ ક્ષેત્રના કાચા માલના ખર્ચમાં ઘટાડો થશેઃ ૩૦ ઓક્ટોબર સુધી આયાત પર કોઇ જકાત લાગુ નહીં પડે

નવી દિલ્હી તા.૧: કેન્દ્ર સરકારે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવાના હેતુથી ૧ જૂનથી ૩૦ ઓક્ટોબર સુધી કપાસની આયાત પરની હાલની તમામ કસ્ટમ ડ્યૂટીને કામચલાઉ ધોરણે નાબૂદ કરવાની શનિવારે જાહેરાત કરી હતી.
સરકારના નોટિફિકેશન મુજબ આ ડ્યૂટીમાં મુક્તિથી ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રના કાચા માલના ખર્ચના ઘટાડો થવાની ધારણા છે. તેનાથી મેન્યુફેક્ચરર્સ અને ગ્રાહકોને રાહત મળશે. આની સાથે દેશના ખેડૂતોના હિતોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આ પગલાથી ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) સહિત સમગ્ર સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થશે અને બજારમાં કપાસની ઉપલબ્ધતા વધશે તેવી અપેક્ષા છે.
આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે ૨૦૨૬-૨૭થી ૨૦૩૦-૩૧ દરમિયાન અમલમાં મૂકાનાર ‘‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી'' માટે રૂ. ૫,૬૫૯.૨૨ કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આ મિશનનો હેતુ ભારતના કોટન ક્ષેત્રમાં રહેલા અવરોધો દૂર કરવાનો, ઘટતી ઉત્પાદન વૃદ્ધિમાં સુધારો કરવાનો અને ગુણવત્તા સંબંધિત પડકારોનો સામનો કરવાનો છે. આ મિશન સરકારના ‘‘૫જ્ વિઝન'' (ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન સાથે સુસંગત છે.
મિશન હેઠળ રોગ અને જીવાત પ્રતિરોધક ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતા (HYV) બિયારણોના વિકાસ દ્વારા કપાસની ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા નવીન કૃષિ ટેકનોલોજીનો વ્યાપક પ્રચાર અને અમલ કરાશે. મિશનનો ઉદ્દેશ ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત કપાસ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસની નિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
મિશનમાં ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતા, આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવા અને જીવાત પ્રતિરોધક બિયારણોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ (HDPS), ક્લોઝર સ્પેસિગ (CS), ઇન્ટિગ્રેટેડ કોટન મેનેજમેન્ટ અને એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ (ELS) કપાસના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. કપાસની ગુણવત્તા સુધારવા માટે જાિનિગ અને પ્રોસેસિગ ફેક્ટરીઓના આધુનિકીકરણ, શ્રેષ્ઠ પ્રોસેસિગ પદ્ધતિઓના અમલ અને દેશભરમાં આધુનિક તથા પ્રમાણિત કપાસ પરીક્ષણ સુવિધાઓને મજબૂત બનાવવાની યોજના પણ મિશનમાં સામેલ છે. મિશનનો લક્ષ્ય ૨૦૩૧ સુધીમાં કપાસના ઉત્પાદનને ૪૯૮ લાખ ગાંસડી (દરેક ૧૭૦ કિલોગ્રામ ફેબ્રિક્સ લિન્ટ) સુધી પહોંચાડવાનો છે.
કાપડ મંત્રાલયે દાવો કર્યો હતો કે દેશમાં કપાસની સિઝન નથી તેવા મર્યાદિત સમયગાળા માટે ડ્યૂટીમાં માફી અપાઈ છે, તેથી દેશના ખેડૂતોના હિતોને નુકસાન થશે નહીં. દેશના કપાસ ઉત્પાદકોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પદ્ધતિ દ્વારા પણ રક્ષણ મળે છે. ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં ૫૦% નફાના માર્જિનની ખાતરી આપે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
