તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : સોનાની આયાત પરની ડ્યુટી વધાર્યા બાદ હવે આયાતના નિયમોમાં પણ કર્યો ભારે કરતો વધારો : ન્યૂઝફર્સ્ટ
જ્વેલરી નિકાસકારો માટે ડ્યુટી ફ્રી સોનાની આયાત પર લાગી ૧૦૦ કિલોની મર્યાદા : નવા અરજદારોના એકમોનું ફરજિયાત નિરીક્ષણ કરાશે : જૂના નિકાસકારોએ નવી પરવાનગી માટે ૫૦ ટકા નિકાસ લક્ષ્યાંક પૂરો કરવો અનિવાર્ય

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) :દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વિદેશી મુદ્રા ભંડાર (Forex) ની બચત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત અંગેના નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોના પરની આયાત ડ્યુટીમાં વધારો કર્યા બાદ હવે સરકાર દ્વારા આયાતની પ્રક્રિયા પર પણ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, ૧૦૦ કિલોથી વધુ સોનાની આયાત પર કડક શરતો લાગુ કરવામાં આવી છે અને આયાતકારોએ વધુ જથ્થો મંગાવતા પહેલા નિકાસની પ્રક્રિયા પૂર્ણ કરવી પડી શકે છે.
ખાસ કરીને ગોલ્ડ જ્વેલરી નિકાસકારો માટે ડ્યુટી ફ્રી સોનાની આયાતના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હવેથી નિકાસકારો એક લાયસન્સ દીઠ મહત્તમ ૧૦૦ કિલો સોનાની જ આયાત કરી શકશે. આ ઉપરાંત, જે નવા અરજદારો આયાત માટે પરવાનગી માંગશે, તેમના એકમો અથવા ફેક્ટરીઓનું સત્તાવાર નિરીક્ષણ કરવું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જૂના અને હાલના નિકાસકારોએ પણ નવી પરવાનગી મેળવવા માટે તેમના અગાઉના નિકાસ લક્ષ્યાંક (Export Obligation) માંથી ઓછામાં ઓછો ૫૦ ટકા હિસ્સો પૂર્ણ કરવો પડશે, તે વિના તેમને નવું લાઇસન્સ મળશે નહીં.
મોનિટરિંગ પ્રક્રિયાને વધુ સઘન બનાવવા માટે હવેથી દર ૧૫ દિવસે અહેવાલો રજૂ કરવાના રહેશે, જેનાથી ગેરરીતિઓ અટકાવી શકાશે. સરકાર માત્ર સોના પર જ નહીં, પરંતુ આગામી સમયમાં વિદેશ પ્રવાસ, લક્ઝરી વસ્તુઓની આયાત અને અન્ય ક્ષેત્રોમાં પણ નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે જેથી વિદેશી હૂંડિયામણની બચત કરી શકાય. સરકારના આ કડક વલણથી આયાત પર અંકુશ આવશે અને દેશના નાણાકીય ભંડારને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
