<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

કેન્દ્ર સરકારે CBIના ડાયરેક્ટર પ્રવીણ સૂદના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદ હવે 2027 સુધી આ પદે કાર્યરત રહેશે: અગાઉ મે 2025માં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, અને હવે તેઓ મે 2027 સુધી સેવા આપશે

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે CBIના ડાયરેક્ટર પ્રવીણ સૂદના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદ હવે 2027 સુધી આ પદે કાર્યરત રહેશે.

 

કેન્દ્ર સરકારે CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદના કાર્યકાળમાં એક વર્ષના વધારાની મંજૂરી આપી દીધી છે. પ્રવીણ સૂદે 25 મે, 2023ના રોજ બે વર્ષના નિશ્ચિત સમયગાળા માટે CBIના ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. પ્રવીણ સૂદને અગાઉ મે 2025માં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, અને હવે તેઓ મે 2027 સુધી સેવા આપશે. આ નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

 

બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ACCએ સમિતિની ભલામણોના આધારે CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદના કાર્યકાળને મંજૂરી આપી છે. પ્રવીણ સૂદ 1986 બેચના IPS અધિકારી છે અને કર્ણાટકના ભૂતપૂર્વ DGP રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન CBIએ અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં તપાસ હાથ ધરી છે. હવે પ્રવીણ સૂદ 2027 સુધી CBI ડાયરેક્ટર પદે તરીકે તેમની ભૂમિકા દેશની કાયદો અને વ્યવસ્થા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં અત્યંત નિર્ણાયક બની રહેશે.

(11:24 PM IST)