<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

હરિયાણાના પંચકુલામાં CBIની મોટી કાર્યવાહી: GST કેસમાં મોટો દંડ ન ફટકારવા પેટે 10 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ રંગેહાથ ઝડપાયા

આરોપી સુપરિન્ટેન્ડન્ટે શરૂઆતમાં ₹50 લાખની લાંચની માંગણી કરી, ઘટાડીને ₹20 લાખ અને અંતિમ સોદો ₹25 લાખમાં નક્કી કરાયો:પ્રથમ હપ્તો ₹10 લાખ સ્વીકારતી વખતે CBIએ સફળ છટકું ગોઠવી ઝડપી લીધા

હરિયાણાના પંચકુલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં CGSTના એક સુપરિન્ટેન્ડન્ટને એક ખાનગી પેઢી સામે ચાલી રહેલી GSTની કાર્યવાહીમાં મોટો દંડ ન ફટકારવા અને વધુ ડિમાન્ડ નોટિસ ન આપવાના બદલામાં ₹10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સુપરિન્ટેન્ડન્ટે શરૂઆતમાં ₹50 લાખની લાંચની માંગણી કરી હતી, જે પછીથી ઘટાડીને ₹20 લાખ અને ત્યારબાદ અંતિમ સોદો ₹25 લાખમાં નક્કી કરવામાં આવ્યો હતો, જેનો પ્રથમ હપ્તો એટલે કે ₹10 લાખ સ્વીકારતી વખતે 19 નવેમ્બરે CBIએ સફળ છટકું ગોઠવીને સુપરિન્ટેન્ડન્ટને લાંચની રકમ સાથે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી નાણાં કબજે કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(9:40 PM IST)