News of Monday, 11th May 2026
રૂ. ૨.૫૭ લાખ કરોડનું ટેક્સ એરિયર્સ વસુલવા CBDTની રિકવરી ઝૂંબેશ
કરદાતાની સંપતિ શોધી કાઢવા એસેટ ડેટાબેઝ અને મોર્ગેજ વિભાગમાં નોંધાયેલી વિગતોનો ઉપયોગ કરાશે

નવી દિલ્હી તા.૧૧: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગ (સીબીડીટી)એ ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન કરદાતા પાસેથી ટેક્સ પેટે બાકી રહેતી રૂ. ૨.૫૭ લાખ કરોડની બાકી રહેતી રકમની વસુલાત માટે રિકવરી ઝૂંબેશ હાથ ધરવાનું આયોજન કર્યું છે એમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ ઝુંબેશ અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૭માં ખુબ મોટી રકમ બાકી રહેતી હોય એવા ૧૦,૦૦૦ કરદાતાઓની તમામ ગતિવિધિઓ પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે એમ ટેક્ષ વિભાગના અધિકારીઓએ એનડીટીવીને કહ્યું હતું.
આ કરદાતાઓ પાસેથી બાકી રહેતી રકમની વસુલાત માટે, તેઓ ટેક્ષને લગતા નિયમોનું પાલન કરે છે કે નહીં તે સુનિヘતિ કરવા જેવી તમામ બાબતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને ડિજીટલ ફોરેન્સિક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સીબીડીટીના અધિકારીઓની બનેલી રિકવરી ટીમ કરદાતાની પાસેથી બાકી ટેક્ષની રકમ વસુલવા માટે તેના નામ સાથે જોડાયેલી સંપત્તિને જપ્ત કરવા તે સંપત્તિને શોધી કાઢવા એસેટ ડેટાબેઝનો અને કેન્દ્ર સરકારના મોર્ટગેજ વિભાગમાં નોંધાયેલી સંપત્તિની
વિગતોનો પણ ઉપયોગ કરશે. ટેક્ષ વિભાગ એડવાન્સ ટેક્ષ ભરનારા ટોચના કરદાતાઓની ઉપર પણ ચાંપતી નજર રાખશે અને કરમુક્તિ કે કર કપાતનો કોઇ દુરૂપયોગ ના થાય તે સુનિશ્ચિત કરશે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
