તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
સાવધાન! જો તમારી પાસે LPG અને PNG બંને કનેક્શન છે, તો સરકાર લઈ શકે છે કડક નિર્ણય
ગેસ સબસિડીના દુરુપયોગને રોકવા માટે પેટ્રોલિયમ મંત્રાલયનો નવો એક્શન પ્લાન: ડબલ કનેક્શન ધરાવતા ગ્રાહકોની ઓળખ શરૂ : હવે પાઇપલાઇન ગેસ હશે તો સિલિન્ડર રિફિલ કરાવવું પડશે મોંઘું અથવા કનેક્શન થશે કટ

નવી દિલ્હી: ભારત સરકાર હવે એવા પરિવારો પર પોતાની નજર તેજ કરી રહી છે જેઓ સુવિધા ખાતર ઘરમાં PNG (પાઇપ ગેસ) હોવા છતાં LPG સિલિન્ડરનું કનેક્શન પણ રાખે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશ મુજબ, સબસિડી સિસ્ટમને પારદર્શક બનાવવા અને ઈંધણના બગાડને રોકવા માટે "લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ઓર્ડર, 2000" માં મોટો સુધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો હેતુ દેશના મર્યાદિત ઉર્જા સંસાધનોનો યોગ્ય વિતરણ કરવાનો છે, જેથી જેમના ઘરે હજુ પાઇપલાઇન પહોંચી નથી તેમને સરળતાથી સિલિન્ડર મળી રહે.
સરકારના આ કડક વલણને કારણે અત્યાર સુધીમાં દેશભરમાં અંદાજે 43,000 થી વધુ ગ્રાહકોએ સ્વેચ્છાએ પોતાના LPG કનેક્શન સરેન્ડર કરી દીધા છે. તેલ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે ગ્રાહકો પાસે પહેલેથી જ કાર્યરત PNG કનેક્શન છે, તેમને નવા LPG જોડાણો અથવા સિલિન્ડર રિફિલિંગમાં પ્રાથમિકતા આપવી નહીં. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક બજારમાં ઈંધણની આયાત પરના વધતા બોજને કારણે સરકારે આ કડક પગલું ભર્યું છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનો 60 ટકા LPG બહારથી મંગાવે છે.
આ ફેરફારને કારણે આગામી સમયમાં ડબલ કનેક્શન ધરાવતા લોકોની સબસિડી પણ બંધ થઈ શકે છે. વહીવટીતંત્રનું માનવું છે કે PNG નેટવર્ક ધરાવતા શહેરી વિસ્તારોમાં લોકો પાસે ગેસની અવિરત સુવિધા છે, તેથી તેમને સબસિડીવાળા સિલિન્ડર આપવા એ જરૂરિયાતમંદ લોકોના હક છીનવવા સમાન છે. હાલમાં સરકારે નવા LPG કનેક્શન આપવાની પ્રક્રિયા પણ મર્યાદિત કરી છે અને હોટલ-રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયિક એકમોમાં ગેસ પુરવઠા પર કાપ મૂકીને ઘરેલું ગ્રાહકોને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
