તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
આંતરરાષ્ટ્રીય પ્રવાસ પહેલાં સાવધાન: લાઓસ, કતાર, ઈરાન સહિત ૯ દેશોએ ભારતીયો માટે બદલ્યા વિઝા નિયમો
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત ૭૩મા ક્રમે: ૫ દેશોએ વિઝા-ઓન-અરાઈવલ નાબૂદ કર્યા : મુસાફરી પૂર્વે ઈ-વિઝા અને પૂર્વ-મંજૂરી લેવી ફરજિયાત

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૬ માં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સના તાજેતરના અહેવાલ મુજબ ૧૯૯ દેશોની યાદીમાં ભારતીય પાસપોર્ટ ૭૩મા ક્રમે પહોંચ્યો છે. સરહદી નીતિઓમાં થયેલા ફેરફારોને કારણે આ વર્ષે ૯ જેટલા દેશોએ ભારતીય નાગરિકો માટેના પ્રવેશ અને વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેથી કોઈપણ એર ટિકિટ કે હોટેલ બુકિંગ કરાવતા પહેલા નવીનતમ ઈમિગ્રેશન નિયમો તપાસવા અત્યંત જરૂરી બન્યા છે.
નવા નિયમો મુજબ, લાઓસ અને કતાર જેવા દેશોએ ભારતીય પ્રવાસીઓ માટે 'વિઝા-ઓન-અરાઈવલ' ની સુવિધા બંધ કરીને હવે ઓનલાઈન ઈ-વિઝા (e-Visa) ફરજિયાત બનાવ્યા છે. આ ઉપરાંત, ઈરાને પણ વિઝા-ઓન-અરાઈવલ પ્રક્રિયા નાબૂદ કરી ઈ-વિઝા સિસ્ટમ લાગુ કરી છે. શ્રીલંકા દ્વારા ઈ-વિઝા-ઓન-અરાઈવલના સ્થાને ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA) સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, જેમાં પ્રવાસ પહેલાં જ ઓનલાઈન મંજૂરી મેળવવી આવશ્યક છે. કેપ વર્ડે દ્વારા ભારતીયો સહિત ૯૬ દેશો માટે વિઝા-ઓન-અરાઈવલ સુવિધા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાઈ છે.
બીજી તરફ, કેટલાક દેશોએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા પ્રક્રિયાને વધુ સરળ પણ બનાવી છે. અગાઉ પરંપરાગત પેપર વિઝા માંગતા ચિલી, ઘાના અને વેનેઝુએલા જેવા દેશોએ હવે ભારતીયો માટે ઈ-વિઝાનો વિકલ્પ રજૂ કર્યો છે. નિકારાગુઆએ પણ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી ભારતીય નાગરિકો માટે ઓનલાઈન ઈ-વિઝા અરજી અને ઈમેઈલ દ્વારા ઈમિગ્રેશન મંજૂરી મેળવવાની ડિજિટલ સુવિધા શરૂ કરી છે. પ્રવાસ દરમિયાન એરપોર્ટ પર થતી અડચણો કે એન્ટ્રી રિજેક્શનથી બચવા માટે પ્રવાસીઓને પૂર્વ-તૈયારી સાથે જ મુસાફરી કરવા સલાહ આપવામાં આવી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
