News of Monday, 31st August 2026
ઓડિશામાં છૂટાછેડાના કેસમાં ભરણપોષણ ન આપનારના પગારમાંથી રકમ કપાશે
ઓડિશાના સરકારી કર્મચારી પર આકરો નિર્ણય : કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી કપાતની રકમ પગારમાંથી કાપી લઇને પત્નીને ચુકવાશે

નવી દિલ્હી, તા.૩૧: કોર્ટનાં આદેશ છતાં પોતાની અલગ થયેલી પત્ની અને બાળકોને ભરણ પોષણ ભથ્થું ન આપનારા સરકારી કર્મચારીઓ અંગે ઓડિશા સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાન મોહન ચરણ માંઝીનાં નિર્દેશ પર રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે કે કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી રકમની કપાત ડાયરેક્ટ કર્મચારીનાં પગારમાંથી કરવામાં આવશે. મુખ્યપ્રધાન મોહન ચરણ માંઝીનાં ડીડીઓ અધિકારી સેલેરી બિલ તૈયાર કરતી વખતે કોર્ટની તરફથી નક્કી રકમ કાપી લેશે અને તેને ડાયરેક્ટ પીડિત પત્ની કે બાળકોનાં બેંક ખાતામાં ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે ટ્રાન્સફર કરી દેશે.
મુખ્યપ્રધાને આ સમગ્ર વ્યવસ્થાને રાજ્યનાં સેન્ટ્રલાઈઝડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (એચઆરએમએસ)થી જોડવાનાં નિર્દેશ આપ્યા છે. જેથી આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક થઈ શકે અને કોઈ પણ પ્રકારનો માનવીય વિલંબ ન થાય. પીડિત મહિલાઓની તરફથી આપવામાં આવેલી ફરિયાદોને આધારે આવા ડિફોલ્ટર કર્મચારીઓને શોધી ટ્રેક કરવામાં આવશે. જન સુનાવણી દરમિયાન સતત મળેલી ફરિયાદોને પગલે મુખ્યપ્રધાનને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સીએમઓનાં જણાવ્યા અનુસાર દરેક સુનાવણીમાં બે થી ત્રણ એવી ફરિયાદો મળી રહી હતી જેમાં સરકારી કર્મચારીઓ કોર્ટનાં આદેશ છતાં ભરણ પોષણની રકમ ચુકવતા ન હતાં
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
