<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

કેપ્ટન સ્મિતે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સમક્ષ ફ્લાઇટ દરમિયાન બનેલી સમગ્ર ઘટનાનો ચિતાર વર્ણવ્યો

હુમલા બાદ કેપ્ટન સ્મિત નીચે ઢળી પડ્યા હતા. વિમાન નીચે જઈ રહ્યું હોવાનું અનુભવતા તેમણે પૂરી તાકાત અને હિંમતથી દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં અન્ય પાયલોટે કંટ્રોલ સંભાળી સ્થિતિ કાબૂમાં લીધી

નવી દિલ્હી : કેપ્ટન સ્મિતે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સમક્ષ ફ્લાઇટ દરમિયાન બનેલી સમગ્ર ઘટનાનો ચિતાર વર્ણવ્યો હતો. કેપ્ટન સ્મિતે જણાવ્યું કે ઉડાન સામાન્ય રીતે ચાલી રહી હતી. આ દરમિયાન કોકપિટમાં હાજર ઓમાની કો-પાયલોટે નમાઝ પઢવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધાર્મિક સન્માન રાખીને કેપ્ટન સ્મિતે પાછળ નજર કરી નહોતી. જોકે થોડી જ ક્ષણોમાં કો-પાયલોટે પાછળથી કુહાડી વડે તેમના પર હુમલો કર્યો હતો. કેપ્ટને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો, પરંતુ હુમલાખોરોએ ફરી દરવાજો બંધ કરી દીધો. હુમલા બાદ કેપ્ટન સ્મિત નીચે ઢળી પડ્યા હતા. વિમાન નીચે જઈ રહ્યું હોવાનું અનુભવતા તેમણે પૂરી તાકાત અને હિંમતથી દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં અન્ય પાયલોટે કંટ્રોલ સંભાળી સ્થિતિ કાબૂમાં લીધી હતી.

(7:31 PM IST)