News of Thursday, 29th October 2026
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા

નવી દિલ્હીઃ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મછછરે કોકપીટમાં થયેલા હુમલા દરમિયાન મૃત્યુથી માંડ માંડ બચી ગયા. તેમના ઓમાની કો-પાઇલટે ઇમરજન્સી કુહાડીથી તેમના પર ઘણી વખત હુમલો કર્યો. તેમને ગંભીર ઇજાઓ થઈ અને ખોપરીમાં ફ્રેક્ચર થયું. હવે બહાર આવતી તસવીરોમાં તેમના માથા પર લાંબા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાય છે. આ ફોટાઓની સમીક્ષા કર્યા પછી, ન્યુરોસર્જનએ તેમની ઇજાઓની ગંભીરતા અને ઓપરેશન દરમિયાન ડોકટરોએ સામનો કરેલા જોખમોનું વર્ણન કર્યું છે.૨૭ ઓક્ટોબરના રોજ, અબુ ધાબીમાં આયોજિત એક સમારોહમાં, યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ
બિન ઝાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત માછર અને તેમના ક્રૂને ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઓફ ઝાયેદ II એનાયત કર્યો. આ સમારોહ દરમિયાન, તેમના માથામાં થયેલી ઇજાઓની છબીઓ સામે આવી.
અમેરિકન ન્યુરોસર્જન ડો. સનત દીક્ષિતે જણાવ્યું હતું કે સ્મિતને માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેમના મતે, સૌથી મોટો જોખમ ફક્ત ખોપરીના ફ્રેક્ચરથી જ નહીં, પરંતુ તેની નીચે સ્થિત મુખ્ય મગજની નસને નુકસાન થવાથી પણ હતું. આ નસ મગજમાંથી લોહી વહન કરે છે. જો તેને ઇજા થઈ હોય, તો તે ગંભીર રક્તસ્રાવનું કારણ બની શકે છે.
ડો. દીક્ષિતના મતે, આવી ગંભીર ઇજાઓમાં મૃત્યુ અથવા કાયમી અપંગતાનું જોખમ ૪૦ ટકાથી વધુ હોઈ શકે છે. જો કે, આ આંકડો આવી ઇજાઓ સાથે સંકળાયેલા સામાન્ય જોખમને પ્રતિબિબિત કરે છે, સ્મિતના કિસ્સામાં વ્યક્તિગત જોખમને નહીં.
ડો. દીક્ષિતે સમજાવ્યું કે ઓપરેશન દરમિયાન તૂટેલા ખોપરીના ટુકડાને દૂર કરવું અત્યંત જોખમી હોઈ શકે છે. ઇજાગ્રસ્ત નસ પર દબાણ લાવીને ટુકડાને થોડા સમય માટે રક્તષાવ બંધ કરી શકાયો હોત. જો કે, જ્યારે ડોક્ટર તેને દૂર કરે છે, ત્યારે નસ ખોલી શકાય છે, જેના કારણે અચાનક, ગંભીર રક્તષાવ થાય છે. આવી સ્થિતિમાં, એક મિનિટમાં બે લિટર સુધી લોહી ગુમાવવાનું જોખમ હતું.
ઓસ્ટ્રેલિયન ન્યુરોસર્જન ડો. સોનુ ભાસ્કરે ફોટોગ્રાફસમાં દેખાતા નિશાનોને ગંભીર ઈજા અને ઓછામાં ઓછી બે મોટી સર્જરીના સંકેત ગણાવ્યા. તેમણે કહ્યું કે મગજમાં સોજો આવવાથી દબાણ દૂર કરવા માટે ખોપરીના મોટા ભાગને દૂર કરવો પડ્યો હશે. તેને ફરીથી જોડવા માટે પછીથી બીજું ઓપરેશન કરવામાં આવ્યું હશે. ફોટોગ્રાફસના આધારે આ તેમનું મૂલ્યાંકન હતું.
૩૦ સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફલાયદુબઈ ફલાઇટ FZ1073 માં સ્મિત પર હુમલો થયો હતો. તેમના સહ-પાઇલટ, હમામ અલ-હમામીએ પ્રાર્થના કરવા માટે જાગ્યા પછી તેમના પર કુહાડીથી હુમલો કર્યો હતો. સ્મિથની દ્રષ્ટિ ઝાંખી પડી ગઈ અને તે બેભાન થઈ ગયો, પરંતુ તેણે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂએ હુમલાખોર પર કાબુ મેળવ્યો. વિમાન સાઉદી અરેબિયાના તાબુકમાં ઉતર્યું. વિમાનમાં મુસાફરી કરી રહેલા ડો. શોતા મુસાયેવે રક્તષાાવ બંધ કરવા માટે સ્મિથના ઘા પર લગભગ ૪૫ મિનિટ સુધી દબાણ કર્યું. ત્યારબાદ સાઉદી અરેબિયામાં તેમની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી અને વધુ સારવાર માટે યુએઈ લઈ જવામાં આવ્યા. તેમની રિકવરી પ્રોત્સાહક હોવાનું જાણવા મળે છે, પરંતુ તે ફરીથી ઉડાન ભરી શકશે કે નહીં તે તબીબી તપાસ પછી જ નક્કી થશે.(૩૮
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
