<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરની અદ્‌ભૂત સફળતા તેની પ્રભુ ભકિતને આભારી : સંત વલ્લભ સ્‍વામી

 

વડતાલધામ, તા ૬: ઉતરાખંડના પવિત્ર તીર્થધામ ઋષિકેશ ખાતે ગંગા કિનારે વિરડીયા પરિવારના યજમાન પદે યોજાયેલ સત્‍સંગ શિબિર પ્રસંગે વડતાલધામના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્‍વામીએ ભારતીય કેપ્‍ટન સ્‍મિત મચ્‍છરની  હિંમત અને દેશપ્રેમની પ્રશંસા કરી હતી .૧૭૦ થી વધુ લોકોના જીવ બચાવવાના સફળ પરાક્રમને તેમણે કેપ્‍ટનની હનુમાનજી પ્રત્‍યેની અપાર ભક્‍તિને આભારી ગણાવેલી. તેમના જણાવ્‍યા મુજબ જે ભક્‍તિ કરે છે તેને મોટપ મળે છે. મીરાબાઈ નરસિંહ મહેતા વગેરે તેના ઉદાહરણો છે. કેપ્‍ટન સ્‍મિત મચ્‍છર એક ભારતીય કોમર્શિયલ પાયલટ છે, જેઓ ફલાયદુબઇ (flydubai) એરલાઇન્‍સમાં કેપ્‍ટન તરીકે કાર્યરત છે. સપ્‍ટેમ્‍બર-ર૦ર૬માં દુબઇથી તેલ અવીવ જઇ રહેલી ફલાઇટ (FZ1073) દરમિયાન બનેલી એક ગંભીર હવાઇ કટોકટીમાં તેમણે બતાવેલી અસાધારણ હિંમત, ધૈર્ય અને પ્રસંગાવધાન માટે તેઓ વિશ્વભરમાં જાણીતા બન્‍યા છે.

(3:59 PM IST)