<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

પાકિસ્‍તાનનું F-16 તોડી પાડનાર કેપ્‍ટન અભિનંદન વર્ધમાને IAFને કહ્યું અલવિદા

હવે મુસાફરો માટે વિમાન ઉડાવશેઃ તાલીમ શરૂ થઈ ગોવા સ્‍થિત ખાનગી રીજનલ એરલાઇન Fly91માં કોમર્શિયલ પાઇલટ તરીકે જોડાયા


 

નવી દિલ્‍હી, તા.૩: ૨૦૧૯માં પાકિસ્‍તાનની સીમામાં ઘૂસીને તેના અત્‍યાધુનિક F-16 ફાઇટર જેટને પોતાના જૂના મિગ-૨૧ બાઇસનથી તોડી પાડીને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર શૂરવીર ગ્રુપ કેપ્‍ટન અભિનંદન વર્ધમાને ભારતીય વાયુસેનામાંથી નિવળત્તિ લઈ લીધી છે. વાયુસેનામાં પોતાની ઉત્‍કળષ્ટ અને દેશભક્‍તિપૂર્ણ સેવાઓ આપ્‍યા બાદ, તેઓ હવે સિવિલ એવિએશનના ક્ષેત્રમાં એક નવી કારકિર્દીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે.

મળતી સત્તાવાર વિગતો અનુસાર, ગ્રુપ કેપ્‍ટન અભિનંદન વર્ધમાને આ વર્ષે ૩૧ માર્ચના રોજ ભારતીય વાયુસેના છોડી દીધી હતી. IAF માંથી નિવળત્ત થયા બાદ તેઓ ગોવા સ્‍થિત પ્રાદેશિક (રીજનલ) ખાનગી એરલાઇન 'FLY91' માં જોડાયા છે. હાલમાં તેઓ કોમર્શિયલ એરલાઇન પાઇલટ તરીકેની જરૂરી તાલીમ લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં જ ખાનગી એરલાઇનના વિમાનો ઉડાવતા નજરે પડશે.

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ કાશ્‍મીરના પુલવામામાં થયેલા આત્‍મઘાતી આતંકી હુમલામાં CRPFના ૪૦ જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતે ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્‍તાનના બાલાકોટ સ્‍થિત આતંકી કેમ્‍પો પર મિરાજ-૨૦૦૦ વિમાનો વડે એરસ્‍ટ્રાઈક કરી હતી. આ ઘટનાના બીજા જ દિવસે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પાકિસ્‍તાની વાયુસેનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

તે સમયે ૩૫ વર્ષીય વિંગ કમાન્‍ડર (હાલ ગ્રુપ કેપ્‍ટન) અભિનંદન વર્ધમાને પોતાના મિગ-૨૧ બાઇસન સાથે પાકિસ્‍તાની વિમાનોનો પીછો કર્યો હતો. ટેકનોલોજી અને ક્ષમતામાં મિગ-૨૧ કરતાં ઘણું વધારે ચડિયાતું ગણાતું પાકિસ્‍તાનનું F-16 ફાઇટર જેટ સામે હોવા છતાં, તેમણે અસાધારણ હિંમત દાખવીને પાકિસ્‍તાની F-16 ને હવામાં જ તોડી પાડ્‍યું હતું. મિલિટરી એવિએશનના ઇતિહાસમાં મિગ-૨૧ જેવા વિમાન વડે F-16 તોડી પાડવાની આ પ્રથમ ઘટના હતી.

જોકે, આ ડોગફાઇટ દરમિયાન અભિનંદનના વિમાન પર પણ દુશ્‍મનની મિસાઇલ વાગતાં તેમણે ઈજેક્‍ટ થવું પડ્‍યું હતું અને તેઓ પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં લેન્‍ડ થયા હતા.

પાકિસ્‍તાની સેના દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ભારત સરકારના ભારે દબાણ અને આંતરરાષ્‍ટ્રીય કટનીતિના કારણે પાકિસ્‍તાને ૬૦ કલાકની અટકાયત બાદ ૧ માર્ચ, ૨૦૧૯ના રોજ વાઘા-અટારી સરહદ પરથી તેમને સુરક્ષિત ભારત સોંપવા પડ્‍યા હતા.

સંખ્‍યા અને ટેકનોલોજીમાં વિશાળ શ્રેષ્ઠતા ધરાવતા દુશ્‍મનોનો સામનો કરવા બદલ ભારત સરકારે ૨૦૨૧માં તેમને દેશના ત્રીજા સર્વોચ્‍ચ લશ્‍કરી બહાદુરી પુરસ્‍કાર વીર ચક્રથી સન્‍માનિત કર્યા હતા. ડિસેમ્‍બર ૨૦૧૯ના ગેઝેટ નોટિફિકેશનમાં પણ તેમના આ અદ્વિતીય શૌર્યનો સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. દેશ માટે અ-તિમ સેવા આપ્‍યા બાદ હવે તેઓ કોમર્શિયલ પાઇલટ તરીકે આકાશી સફર ચાલુ રાખશે

(11:53 AM IST)