<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

કેન્‍સરના દર્દીઓને મોટી આર્થિક રાહત મળશેઃ દવાઓના ભાવમાં થશે ‘ધરખમ' ઘટાડો

જેનરિક અને બાયોસિમિલર કેન્‍સર ડ્રગ્‍સ ૯૩ ટકા સુધી સસ્‍તી થશે : જોકે ઊંચા દરની અને સિંગલ સોર્સની ૬૫ દવાની કિમતોમાં રાહત નહીં

નવી દિલ્‍હી,તા.૨૯: સરકારના નવા નિર્ણય મુજબ કેન્‍સર વિરોધી બિન-અનુસૂચિત દવાઓ પર વેપારી નફાના માર્જિનની મર્યાદા ૩૦ ટકા નક્કી કરવામાં આવી છે. આ પગલાથી જેનરિક અને બાયોસિમિલર કેન્‍સર ડ્રગ્‍સ ૯૩ ટકા સુધી સસ્‍તી થશે. જોકે, ઊંચા દર અને સિગલ સોર્સ ધરાવતી ૬૫ દવાઓમાં કોઈ રાહત મળી નથી. આ નવા ભાવ ૯ નવેમ્‍બરથી અમલમાં આવ્‍યા છે, જેનાથી કેન્‍સરના દર્દીઓને મોટી આર્થિક રાહત મળશે.

સરકારે કેન્‍સરવિરોધી ૫૪૩ દવાની બ્રાન્‍ડના ભાવ ઘટાડતા કેન્‍સર દર્દીઓને મોટી રાહત મળી હતી. નવા દર નવ નવેમ્‍બરથી અમલમાં આવશે. નેશનલ ફાર્માસ્‍યુટિકલ પ્રાઇઝિગ ઓથોરિટી (એનપીપીએ)એ કેન્‍સરની ૫૪૩ દવાના સુધારેલા મેક્‍સિમમ રિટેલ પ્રાઇઝ (એમઆરપી) જાહેર કરી હતી. દવાના ખાતાએ કહ્યું હતું કે ઉત્‍પાદકો નોન શેડ્‍યુલ્‍ડ કેન્‍સર ડ્રગ્‍સના સુધારેલા ભાવની જાણ કરશે એમ ભાવની યાદી સતત સુધારવામાં આવશે.

જેનેરિક અને બાયોસિમિલર કેન્‍સર ડ્રગ્‍સ એનપીપીએએ જાહેર કરેલા સુધારેલા એમઆરપી પ્રમાણે ૯૩ ટકા સસ્‍તી થશે. સરકારે નોન શેડ્‍યુલ્‍ડ એન્‍ટિ-કેન્‍સર મેડિસિન પરના માર્જિન પર ૩૦ ટકાની ટોચમર્યાદા જાહેર કરી હતી.

જોકે ઊંચા દરની અને સિગલ સોર્સ ધરાવતી ઓછામાં ઓછી ૬૫ દવામાં કોઈ રાહત મળી નથી, જ્‍યારે ઈન્‍ટમિડિયરી માર્ક-અપ ઊંચું હોય ત્‍યાં ભાવ ઝડપથી ઘટે છે, પરંતુ હરીફાઈ મર્યાદિત હોય અને ઉત્‍પાદન ખર્ચ વધારે હોય ત્‍યાં દવા મોંઘી જ રહે છે. સુધારેલા ભાવ નવમી નવેમ્‍બરથી અમલમાં આવશે.

સરકાર દ્વારા કરવામાં આવેલું તાજેતરનું સુધરો ૧૩૭ પ્રકારની બિન-અનુસૂચિત કેન્‍સરવિરોધી દવાઓ માટે ટ્રેડ માર્જિન રેશનાલાઈઝેશન-ટીએમઆર લાગુ કરવાના નિર્ણયને અનુસરે છે.

આ પગલાં હેઠળ નેશનલ ફાર્માસ્‍યુટકલ પ્રાઈસિગ ઓથોરિટી (એનપીપીએ) ઓળખવામાં આવેલી દવાઓના મહત્તમ છૂટક વેચાણ ભાવ (એમઆરપી)ના ૩૦ ટકા સુધી વેપારી નફાના માર્જિનની મર્યાદા નક્કી કરી છે.

આ માટે સરકારે ડ્રગ્‍સ (પ્રાઈસિગ કંટ્રોલ) ઓર્ડર, ૨૦૧૩ની જોગવાઈઓનો ઉપયોગ કર્યો છે. વેપારી માર્જિન એટલે દવાઓના વિતરણ અને વેચાણની પ્રક્રિયામાં વિવિધ સ્‍તરે ઉમેરવામાં આવતો નફો.

આ નફાની મર્યાદા નક્કી કરીને સરકારનો હેતુ દવાઓનો પુરવઠો ખોરવાયા વિના દર્દીઓએ દવાઓ માટે ચુકવવી પડતી કિમત ઘટાડવાનો છે. ઓળખી કાઢવામાં આવેલી દવાઓમાં ઈમ્‍યુનોથેરપી દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ૨૦થી વધુ પ્રકારનાં કેન્‍સરની સારવાર માટે થાય છે.

યાદીમાં સમાવેશ કરવામાં આવેલી દવાઓમાં સ્‍તન અને પ્રોસ્‍ટેટ કેન્‍સરથી પીડિત વ્‍યક્‍તિઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી ડેનોસુમેબ, કેન્‍સરની સારવાર દરમિયાન ચેપ સામે લડતાં શ્રવેત રક્‍તકણોની સંખ્‍યા ઘટતી અટકાવવામાં મદદ કરે છે. અમુક પ્રકારના કોલોરેક્‍ટલ (મોટા આંતરડા અને મળાશય), અંડાશય અને ગર્ભાશયના મુખના કેન્‍સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી બેવાસિઝુમેબનો સમાવેશ થાય છે.

(10:32 AM IST)