તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
રૂ.૮૦,૦૦૦ની કિંમતવાળા કેન્સરના ઇન્જેક્શન હવે રૂ.૭,૦૦૦માં મળશે
૫૪૩ દવાઓના ભાવ ઘટયાઃ ૯ નવેમ્બરથી નવી કિંમતો અમલમાં આવશે

નવી દિલ્હી,તા.૨૯: દેશભરમાં ૫૪૩ કેન્સર દવા બ્રાન્ડ અને પેકના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિગ ઓથોરિટી (NPPA) ના નિર્ણય બાદ, ૩૯૭ દવાઓના ભાવ, અથવા ૭૩%, ઘટાડવામાં આવ્યા છે.
આમાંથી, ૨૧૭ દવાઓના ભાવ અડધાથી વધુ ઘટાડવામાં આવ્યા છે. દરમિયાન, ૯૭ બ્રાન્ડના ભાવમાં ૭૦% થી વધુ અને ૫૦ બ્રાન્ડના ભાવમાં ૮૦% થી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. પાંચના ભાવમાં ૯૦% થી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે.
સૌથી મોટો ઘટાડો સમટેપા ઇન્જેક્શન પર કરવામાં આવ્યો છે. તેની કિમત રૂ.૮૦,૦૭૧ થી ઘટાડીને રૂ.૭,૧૫૦ કરવામાં આવી છે. પાલ્બોપ્રોના ૨૧-કેપ્સ્યુલ પેકની કિમત રૂ.૪૦,૪૨૧ થી ઘટીને રૂ.૨,૭૨૦ કરવામાં આવી છે.
સરકારે ૧૩૭ કેન્સર વિરોધી દવાઓ પર ટ્રેડ માર્જિન MRP ના ૩૦% સુધી મર્યાદિત કર્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે NPPA ને દવાના ભાવ નિયંત્રિત કરવામાં નિષ્ફળતા અંગે પ્રશ્ન ઉઠાવ્યો. આ પછી, કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે ૯ નવેમ્બરથી અમલમાં આવશે. જોકે, ૧૪૬ બ્રાન્ડ-નેમ પેકના ભાવ યથાવત છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
